AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ચીપ બાઈક ડીલ: જાવા પેરાક બાઈક રાજસ્થાન કરતાં ગુજરાતમાં મળી રહ્યું છે આટલું સસ્તું

જો તમે રાજસ્થાનમાં રહો છો અને જાવા પેરાક બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે જાવા પેરાક બાઈકને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને ફાયદો થશે. આ ઉપરાંત રાજસ્થાન ગુજરાતનું પાડોશી રાજ્ય હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

ચીપ બાઈક ડીલ: જાવા પેરાક બાઈક રાજસ્થાન કરતાં ગુજરાતમાં મળી રહ્યું છે આટલું સસ્તું
Jawa Perak
| Updated on: Nov 18, 2023 | 7:31 PM
Share

આજના સમયમાં દરેક વ્યક્તિ માટે બાઈક એ જીવન જરૂરિયાત બની ગઈ છે. કોઈ પોતાના શોખ માટે તો કોઈ પોતાની જરૂરિયાત માટે બાઈકની ખરીદી કરતા હોય છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે જો તમે નવું બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તેને ક્યાંથી ખરીદવાથી ફાયદો થશે. જો તમે જાવા પેરાક બાઈક ખરીદવા માગો છો, તો આ બાઈક રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તી મળશે.

જો તમે રાજસ્થાનમાં રહો છો અને જાવા પેરાક બાઈક ખરીદવાનો પ્લાન બનાવી રહ્યા છો, તો તમારા માટે આ બાઈક ગુજરાતમાંથી ખરીદવું ફાયદાકારક છે. કારણ કે જાવા પેરાક બાઈકને રાજસ્થાન કરતા ગુજરાતમાંથી ખરીદવાથી તમને આ બાઈક પર રૂ.20 હજારનો ફાયદો થશે. આ ઉપરાંત રાજસ્થાન ગુજરાતનું પાડોશી રાજ્ય હોવાથી તમે સરળતાથી ખરીદી પણ શકો છો.

જાવા પેરાક બાઈકની ગુજરાતના પાલનપુરમાં ઓન રોડ પ્રાઇસ

જાવા પેરાક બાઈકની રાજસ્થાનના ઉદયપુરમાં ઓન રોડ પ્રાઇસ

જાવા પેરાક બાઈકને ગુજરાતમાંથી ખરીદવાથી થશે ફાયદો

જો તમે જાવા પેરાક બાઈક ખરીદવાનું વિચારી રહ્યા છો, તો તમને આ બાઈક રાજસ્થાનની સરખામણીએ ગુજરાતમાં સસ્તું મળી રહ્યું છે. આ માટે અમે ચેક કર્યું તો જાણવા મળ્યું કે રાજસ્થાનના ઉદયપુરમાં જાવા પેરાક બાઈકની ઓન રોડ પ્રાઇસ રૂ.2.59 લાખ રૂપિયા છે. તો આ જ બાઈક ગુજરાતના પાલનપુરમાં તમને રૂ.2.39 લાખમાં મળી રહ્યું છે. તેથી જો તમે આ બાઈકને ગુજરાતમાંથી ખરીદશો તો 20 હજાર રૂપિયાનો ફાયદો થશે.

આ પણ વાંચો ચીપ કાર ડીલ : સિટ્રોન C3 કારને મહારાષ્ટ્ર કરતાં ગુજરાતમાંથી ખરીદશો તો થશે ફાયદો

આ બાઇકનું નામ મૂળ પેરાક મોટરસાઇકલ પરથી પડ્યું છે, જે બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન 1946ના પેરિસ મોટર શોમાં પ્રદર્શિત કરવામાં આવી હતી. પેરાકની સીટની ઊંચાઈ 750mm છે, વ્હીલ બેઝ 1485mm છે અને તેનું વજન 179 kg છે. બાઈકની ઈંધણ ટાંકીની ક્ષમતા 14 લીટર છે.

ઓટોમોબાઈલ્સના તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">