Goa બીચ પર દારૂ પીવાનો તમારો શોખ પડી શકે છે ભારે, નહીં બચી શકો Goa Tourismના કહેરથી, જાણો શું છે નવા નિયમો

ગોવા સરકારે પોતાના પર્યટન એક્ટમાં પુન:વિચારણા કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ વિચારણા બાદ ગોવાના બીચ પર દારૂ પીવા પર પ્રતિબંધ લાગી જશે. સરકાર આ પ્રસ્તાવને આગામી અઠવાડિયામાં થનારી કેબિનેટ બેઠકમાં મૂકવા જઈ રહી છે. ગોવામાં બીચ પર બેસી દારૂ પીવો, ખુલ્લામાં ખાવું અને જાહેરમાં કચર ફેંકવો હવે મોંઘું પડી શકે છે. ગોવા સરકારે હવે આ […]

Goa બીચ પર દારૂ પીવાનો તમારો શોખ પડી શકે છે ભારે, નહીં બચી શકો Goa Tourismના કહેરથી, જાણો શું છે નવા નિયમો
Follow Us:
| Updated on: Jan 25, 2019 | 5:13 AM

ગોવા સરકારે પોતાના પર્યટન એક્ટમાં પુન:વિચારણા કરવાનો પ્રસ્તાવ રાખ્યો છે. આ વિચારણા બાદ ગોવાના બીચ પર દારૂ પીવા પર પ્રતિબંધ લાગી જશે. સરકાર આ પ્રસ્તાવને આગામી અઠવાડિયામાં થનારી કેબિનેટ બેઠકમાં મૂકવા જઈ રહી છે.

ગોવામાં બીચ પર બેસી દારૂ પીવો, ખુલ્લામાં ખાવું અને જાહેરમાં કચર ફેંકવો હવે મોંઘું પડી શકે છે. ગોવા સરકારે હવે આ કામને ગુનાની કેટેગરીમાં મૂકી દીધા છે. આ પ્રકારનો ગુનો કરતા લોકો જો પકડાશે તો રૂપિયા 2 હજારનો દંડ અને ગ્રુપમાં હશો તો રૂપિયા 10 હજારનો દંડ ભરવો પડશે. સરકારે ગોવા ટૂરિસ્ટ પ્લેસીસ 2001માં બદલાવ લાવવાનો પ્રસ્તાવ તૈયાર કરી લીધો છે.

આ બદલાવને આગામી અઠવાડિયામાં થનારી કેબિનેટ બેઠકમાં મૂકવામાં આવશે. પ્રસ્તાવમાં  નિયમને તોડનારા લોકોએ જો દંડ ન ભર્યો તો 3 મહિના જેલની સજાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. રાજ્યના પર્યટન મંત્રી મનોહર અજગાંવકરે કહ્યું કે મંગળવારથી 3 દિવસનું વિધાનસભા સત્ર શરૂ થઈ રહ્યું છે. તેમાં ટૂરિસ્ટ પ્લેસીસ પ્રોટેક્શન એન્ડ મેન્ટેનન્સ એક્ટ-2001માં બદલાવનો પ્રસ્તાવ મૂકવામાં આવશે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

દારૂની બોટલો બની રહી છે મુસીબત

મંત્રીએ કહ્યું કે કેટલાક લોકો પોતાની સાથે દારૂ લઈને આવે છે. બીચ પર બેસીને દારૂ પીવે છે અને ખાલી બોટલ બિચના કિનારે રેતીમાં દબાવી દે છે. બીચની રેતી પર કેટલાંયે લોકો ખુલ્લા પગે ચાલે છે. ઘણી વત લોકોને બોટલના કાચ વાગે છે. તો દારૂ પીને લોકો નશામાં જ દરિયાની અંદર જાય છે, જેનાથી દુર્ઘટનાની શક્યતા પણ વધી જાય છે.

ઝૂંપડામાં રહેતા લોકોને સોંપાશે જવાબદારી

પર્યટન વિભાગ ઈચ્છે છે કે ગોવાના તમામ બીચ ચોખ્ખા અને સુંદર રહે અને તેના માટે કડકપણે કાયદો લાગૂ કરાશે અને અમલ કરાશે. મંત્રીએ જણાવ્યું કે ખુલ્લામાં ખાવાનું બનાવતા લોકો પર પણ પ્રતિબંધ લાગશે. આ પ્રતિબંધ ઝૂંપડામાં રહેતા લોકો પર પણ હશે. કેટલાક લોકો ઝૂંપડામાં રહેતા લોકો પાસેથી દારૂ ખરીદે છે અને પછી બીજે ક્યાંક જઈ તે પીવે છે. ઝૂંપડીમાં રહેતા લોકોને પણ સૂચના અપાશે કે તેઓ ગ્રાહકોને જાહેર સ્થળો પર જ દારૂની બોટલ કે ડબ્બા લઈ જવાની અનુમિત નહીં આપે.

[yop_poll id=793]

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">