હિંમતનગરમાં લોકોના હાથ પર મફતમાં એક વ્યકિત લખી રહ્યો છે ‘મેં ભી ચોકીદાર હુ’

ટેટુ ને શરીરના અંગો પર ચિતરાવવાનું ચલણ આજકાલ યુવાનોમાં વધુ વર્તાઈ રહ્યુ છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં તો યુવાનોએ હાથ પર ‘મેં ભી ચોકીદાર હુ’ના ટેટુ ચિતરાવવાનો ક્રેઝ સામે આવ્યો છે. યુવાનોના આકર્ષણને પગલે ટેટુ ચિતરનારે પણ ફ્રી માં ટેટુ ચીતરી આપવાની શરુઆત કરી છે. શરીર પર આમ તો લોકોને અવનવા ટેટુ ચિતરાવાનો ગજબનો શોખ હોય […]

હિંમતનગરમાં લોકોના હાથ પર મફતમાં એક વ્યકિત લખી રહ્યો છે 'મેં ભી ચોકીદાર હુ'
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Mar 28, 2019 | 2:03 PM

ટેટુ ને શરીરના અંગો પર ચિતરાવવાનું ચલણ આજકાલ યુવાનોમાં વધુ વર્તાઈ રહ્યુ છે. પરંતુ સાબરકાંઠા જિલ્લામાં તો યુવાનોએ હાથ પર ‘મેં ભી ચોકીદાર હુ’ના ટેટુ ચિતરાવવાનો ક્રેઝ સામે આવ્યો છે. યુવાનોના આકર્ષણને પગલે ટેટુ ચિતરનારે પણ ફ્રી માં ટેટુ ચીતરી આપવાની શરુઆત કરી છે.

શરીર પર આમ તો લોકોને અવનવા ટેટુ ચિતરાવાનો ગજબનો શોખ હોય છે અને એટલે જ પોતાની મનપસંદ ડીઝાઈનથી લઇને પોતાના પ્રિય પાત્રના નામ લોકો પોતાના શરીરના અંગો પર ચિતરાવતા હોય છે. પરંતુ સાબરકાંઠાના હિંમતનગર શહેરમાં યુવાનો હાલમાં ચૂંટણીના માહોલને લઈને અનોખો ક્રેઝ દર્શાવ્યો છે. હિંમતનગર શહેરમાં યુવાનોએ પોતાના હાથ પર જ વડાપ્રધાન મોદીના ચહેરા અને ‘મેં ભી ચોકીદાર હુ’ના સ્લોગનને ચિતરાવી રહ્યા છે.

TV9 Gujarati

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

ટેટુના આ ચિતરામણનો ક્રેઝ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આપેલા સુત્ર ‘મેં ભી ચોકીદાર હુ’થી પ્રેરાઈને આ સુત્રને પોતાના શરીર પર જ ચિતરાવી દીધા છે. એક તરફ યુવાનો સોશિયલ મીડિયામાં તો હાલમાં ‘મોદી હૈ તો મુમકીન હૈ’ અને ‘મેં ભી ચોકીદાર હુ’ના સ્લોગનને ખુબ ફેલાવી રહ્યા છે. હવે તે સુત્ર મોબાઈલની સ્ક્રીન પર જ નહી પણ યુવાનોના શરીર પર જોવા મળી રહેતા યુવાનોમાં પણ ચૂંટણીને લઈને ઈલેકશન ફીવર જોવા મળી રહ્યો છે.

ટેટુ ચિતરાવનાર યુવતી રુપલ પટેલે કહ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 5 વર્ષ દેશ માટે ચોકીદારી કરી તે માટે અમે આ ટેટુ ચિતરાવ્યુ છે. ઉત્સવ પટેલે જણાવ્યું કે વડપ્રધાનએ કહ્યુ હતુ કે હું પણ ચોકીદાર છુ એને લઈને મેં આ ટેટુ ચિતરાવ્યુ છે અને આ વખતે હું પ્રથમ વખત મતદાન કરીશ. આ વખતે યુવાનોમાં વધેલા આ ક્રેઝને લઇને હિંમતનગર શહેરમાં આવેલા વી કુમાર સલુને તો મફતમાં જ ટેટુને ચિતરી આપવાની જાહેરાત સોશિયલ મીડિયા પર કરતા યુવાનો પણ સલુનમાં ભીડ જમાવી રહ્યા છે.

300થી વધુ યુવાનોએ સ્લોગનને ટેટુ સ્વરુપે ચિતરાવી દીધા છે. યુવાનોને પણ વડાપ્રધાન પ્રત્યેના લગાવને લઈને હવે પોતે પણ વડાપ્રધાનની જેમ ચોકીદાર હોવાના ભાવ સાથે પોતાના હાથ પર ટેટુ ચિતરાવવા સુલન પર પહોંચી રહ્યા છે. આવનારી લોકસભાની ચૂંટણી દરમ્યાન આમ અનોખી રીતે વડાપ્રધાનને પોતાનુ સમર્થન કરી રહ્યા છે.

ટેટુ સ્ટુડીયોના સંચાલક વસંત નાયીએ જણાવ્યું કે ગુજરાતના પુત્ર 5 વર્ષથી દેશની સેવા કરી અને દેશના પૈસાની રક્ષા કરે છે. તેનાથી પ્રેરાઈને અમે તેમના સ્લોગનને સમર્થન આપવા માટે મફતમાં ટેટુ બનાવી આપીએ છીએ.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">