T20 World Cup 2024: કેન્સિંગ્ટન ઓવલ, બ્રિજટાઉન, બાર્બાડોસ ખાતે ઈતિહાસ રચાયો હતો કારણ કે ભારતે દક્ષિણ આફ્રિકાને 7 રનથી હરાવીને 2024 T20 વર્લ્ડ કપ જીત્યો હતો. 29 જૂન 2024 ક્રિકેટ ઈતિહાસના પાનાઓમાં કાયમ માટે અંકિત થઈ ગયું છે.
ફાઇનલમાં જીતવા માટે 177 રનનો પીછો કરતા દક્ષિણ આફ્રિકાએ જસપ્રીત બુમરાહ અને અર્શદીપ સિંહ સામે શરૂઆતમાં વિકેટ ગુમાવી દીધી હતી. ટ્રિસ્ટન સ્ટબ્સે ક્વિન્ટન ડી કોક સાથે મળીને 39 બોલમાં 58 રન ઉમેર્યા હતા પરંતુ અક્ષર પટેલના એક સરળ બોલ પર તેઓએ પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. બાઉન્ડ્રી પર સૂર્યકુમાર દ્વારા લેવાયેલા મિલરના કેચથી મેચનો માર્ગ બદલાઈ ગયો અને ભારતે 11 વર્ષના ઇંતેજારનો અંત પામીને ICC ટાઈટલ જીત્યું હતું.
ICC T20 વર્લ્ડ કપ ટ્રોફી જીતનાર રોહિત શર્મા ભારતીય ક્રિકેટ ઈતિહાસનો બીજો કેપ્ટન બન્યો છે. દક્ષિણ આફ્રિકાને તેના પ્રથમ ICC ટાઇટલની શોધમાં ફરીથી મોટી નિરાશાનો સામનો કરવો પડ્યો. 11 વર્ષ બાદ ભારતનું આ પ્રથમ ICC ટાઈટલ છે. છેલ્લી વખત ભારતે એમએસ ધોનીની કેપ્ટન્સીમાં 2013માં ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી આ સાથે જ વિરાટ કોહલી અને રોહિત શર્માએ પણ T20I ક્રિકેટમાંથી સંન્યાસ લેવાની જાહેરાત કરી છે.
T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલમાં સ્માર્ટ કેચ ઓફ ધ મેચ એવોર્ડ ભારતના સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવને આપવામાં આવ્યો હતો જેણે હાર્દિક પંડ્યાની ઓવરમાં બાઉન્ડ્રી પર ડેવિડ મિલરનો શાનદાર કેચ લઈને મેચનો માર્ગ બદલી નાખ્યો હતો.
T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતને ₹20.37 કરોડ અને ઉપવિજેતા દક્ષિણ આફ્રિકાને ₹10.64 કરોડ ઈનામ તરીકે આપવામાં આવ્યા હતા.
ક્રમ | પુરસ્કાર | રકમ |
1 | વિજેતા (ભારત) | ₹20.37 Crore |
2 | રનર અપ (દક્ષિણ આફ્રિકા) | ₹10.64 Crore |
3 | સ્માર્ટ કેચ ઓફ ધ મેચ | $3,000 |
4 | પ્લેયર ઓફ ધ મેચ | $5,000 |
5 | પ્લેયર ઓફ ધ સિરીઝ | $15,000 |
T20 World Cup 2024 Final માં કોણે કયો એવોર્ડ જીત્યો
એવોર્ડ | વિજેતા | રકમ |
પ્લેયર ઓફ ધ મેચ | વિરાટ કોહલી (76 રન, 59 બોલ) | $5,000 |
પ્લેયર ઓફ ધ સિરીઝ | જસપ્રીત બુમરાહ (9 વિકેટ, ચાર ઇનિંગ ) | $15,000 |
સ્માર્ટ કેચ ઓફ ધ મેચ | સુર્યકુમાર યાદવ | $3,000 |
T20 વર્લ્ડ કપ 2024માં સૌથી વધુ વિકેટ લેવાની વાત કરીએ તો ભારતના અર્શદીપ સિંહ અને અફઘાનિસ્તાનના ફઝલહક ફારૂકી 17 વિકેટ સાથે સંયુક્ત રીતે પ્રથમ સ્થાને છે.
ખેલાડી | વિકેટ | ઇનિંગ્સ | |
સૌથી વધુ વિકેટ | અર્શદીપ સિંહ (ભારત) | 17 વિકેટ | 8 |
ફઝલહક ફારૂકી (અફઘાનિસ્તાન) | 17 વિકેટ | 8 |
એવોર્ડ | ખેલાડી | સ્કોર | વિપક્ષી ટીમ |
સર્વોચ્ચ વ્યક્તિગત સ્કોર | નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ) | 98 (53 બોલ) | અફઘાનિસ્તાન |