Health Wealth : શું તમને તો બ્રેસ્ટ કેન્સર નથી ને ! શરુઆતમાં દેખાવા લાગે આ લક્ષણ તો નજરઅંદાજ ન કરતા, જુઓ Video
દરેક રોગના કેટલાક લક્ષણો હોય છે, જે દર્શાવે છે કે રોગ શરીરમાં વધવા લાગ્યો છે. જો કે, આપણે આ લક્ષણોને નાની-નાની રોજિંદી સમસ્યાઓ ગણીને વારંવાર અવગણીએ છીએ. અન્ય રોગોની જેમ, સ્તન કેન્સરમાં પણ શરીરમાં ઘણા લક્ષણો દેખાય છે, જેને અવગણવાથી જીવલેણ સાબિત થઈ શકે છે. કોઈપણ રોગથી સુરક્ષિત રહેવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે શરીરમાં દેખાતા લક્ષણોને સમયસર ઓળખી લેવામાં આવે.

બ્રેસ્ટ કેન્સર એ સ્ત્રીઓમાં સૌથી સામાન્ય કેન્સર છે. અને ભારત વિશે વાત કરીએ તો, છેલ્લા કેટલાક દાયકાઓમાં ભારતમાં સ્તન કેન્સરના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. આંકડા દર્શાવે છે કે દર વર્ષે વિશ્વભરમાં લગભગ 2.1 મિલિયન મહિલાઓ સ્તન કેન્સરથી પીડાય છે. WHO અનુસાર, 2018માં 62,700 મહિલાઓ સ્તન કેન્સરથી મૃત્યુ પામી હતી. આ સ્ત્રીઓમાં કેન્સરથી થતા મૃત્યુમાં લગભગ 15 ટકા હિસ્સો ધરાવે છે. ચાલો આ વીડિયો દ્વારા જાણીએ કે આ ખતરનાક બીમારીથી કેવી રીતે બચી શકાય.
દરેક રોગના કેટલાક લક્ષણો હોય છે, જે દર્શાવે છે કે રોગ શરીરમાં વધવા લાગ્યો છે. જો કે, આપણે આ લક્ષણોને નાની-નાની રોજિંદી સમસ્યાઓ ગણીને વારંવાર અવગણીએ છીએ. અન્ય રોગોની જેમ, સ્તન કેન્સરમાં પણ શરીરમાં ઘણા લક્ષણો દેખાય છે, જેને અવગણવાથી જીવલેણ સાબિત થઈ શકે છે. કોઈપણ રોગથી સુરક્ષિત રહેવાનો શ્રેષ્ઠ માર્ગ એ છે કે શરીરમાં દેખાતા લક્ષણોને સમયસર ઓળખી લેવામાં આવે.
ICMRના મતે આ રોગથી પીડાતી મહિલાઓની સારી સંભાળથી આ રોગ દૂર કરી શકાય છે. પણ તેના માટે યોગ્ય જાગૃતતા હોવી ખુબ જ જરુરી છે. ત્યારે ચાલો જાણીએ આ રોગના શરુઆતી લક્ષણો કયા હોય છે.
1. સ્તનમાં ગાઠો બનવી : જો તમને સ્તનમાં ગાઠો થવા લાગે છે તો તેને બિલકુલ અવગણશો નહીં. કારણ કે તે કેન્સર હોઈ શકે છે. ઘણી વખત સ્ત્રીઓના સ્તનોમાં બનેલા ગાઠો સામાન્ય હોય છે. પરંતુ જો ગાઠ્ઠો હોય તો ડૉક્ટર દ્વારા તેની તપાસ કરાવવી જોઈએ, જેથી જો તે કેન્સર હોય તો તેની સારવાર સમયસર શરૂ કરી શકાય.
2. સ્તનના આકાર અને બંધારણમાં ફેરફારઃ જો તમે સ્તનોમાં આકાર, કદ કે બંધારણ વગેરેમાં કોઈપણ પ્રકારનો ફેરફાર અનુભવી રહ્યા હોવ તો તેને હળવાશથી ન લો. ચેકઅપ માટે તાત્કાલિક ડૉક્ટર પાસે જાઓ. કારણ કે આ સ્તન કેન્સરનો સંકેત હોઈ શકે છે.
3. સ્તન માંથી પ્રવાહી બહાર આવવુ: સ્તનની ડીંટડીમાંથી પાણી અથવા કોઈપણ પ્રકારનું પ્રવાહી બહાર આવવું એ સ્તન કેન્સરની નિશાની હોઈ શકે છે. જો તમને સ્તનોમાં નિપલ ડિસ્ચાર્જ જેવા લક્ષણો દેખાય છે, તો તરત જ ડૉક્ટર પાસે ચેકઅપ માટે જાઓ.
4. સ્તન પર ફોલ્લીઓ : જો સ્તન પર ફોલ્લીઓ અથવા રેટ ફોલ્લીઓ દેખાય છે, તો કોઈપણ વિલંબ કર્યા વિના ડૉક્ટરની સલાહ લો. કારણ કે આ સ્તન કેન્સરની નિશાની હોઈ શકે છે.
5. બગલમાં ગાઠ કે બગલની નીચેનો ભાગ સખ્ત થવો : બગલમાં ગાઠ પણ સ્તન કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. જો તમને બગલમાં ગઠ લાગે કે પછી બગલની નીચેનો ભાગ સ્ખત થઈ ગયો હોય તો એકવાર ચેકઅપ જરુર કરાવો