Gujarati NewsWomenInternational Women's Day Celebration in Ahmedabad: Emotional Screening of Award Winning Film ‘Jathar Shayanam’
અમદાવાદમાં ‘કોશિશ’ દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી, નિષ્ણાતોએ ‘સશક્ત મહિલા, સશક્ત વિશ્વ’ વિષય પર કરી ચર્ચા
આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે 'કોશિશ' સંસ્થા દ્વારા અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશન (AMA) ખાતે વિશેષ કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે વૈશ્વિક સ્તરે નામના મેળવનાર પૂર્વી કમલનયન ત્રિવેદીની શૉર્ટ ફિલ્મ 'જઠરે શયનમ્'નું સ્ક્રીનિંગ કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં યોજાયેલા “સેલિબ્રેટિંગ વુમનહુડ” કાર્યક્રમમાં મુખ્ય આકર્ષણ પૂર્વી કમલનયન ત્રિવેદી નિર્મિત શૉર્ટ ફિલ્મ “જઠરે શયનમ્” (Jathare Shayanam) રહી હતી. આ ફિલ્મ એક માનસિક રીતે પડકારગ્રસ્ત ગર્ભવતી મહિલાના જીવન સંઘર્ષ અને સમાજની સંવેદનશીલતા પર આધારિત છે. ફિલ્મની વાર્તા એટલી સ્પર્શી ગઈ હતી કે સ્ક્રીનિંગ બાદ હાજર તમામ પ્રેક્ષકો ભાવવિભોર બની ગયા હતા.
વૈશ્વિક મંચ પર મળી છે મોટી નામના
આ શૉર્ટ ફિલ્મે આંતરરાષ્ટ્રીય સ્તરે અનેક પ્રતિષ્ઠિત એવોર્ડ્સ જીતીને ભારતનું નામ રોશન કર્યું છે:
વર્લ્ડ પ્રીમિયર: ફેસ્ટિવલ ડી કાન્સ 2024 (Marché du Film) માં આ ફિલ્મ પ્રદર્શિત થઈ હતી.
સત્તાવાર પસંદગી: માન્ચેસ્ટર લિફ્ટ-ઓફ ફિલ્મ ફેસ્ટિવલ 2024, ઓસ્ટિન લિફ્ટ-ઓફ ફિલ્મ ફેસ્ટિવલ 2024 અને સાયન્સિન ફિલ્મ ફેસ્ટિવલ 2024 માં આ ફિલ્મની પસંદગી કરવામાં આવી હતી.
સ્થાનિક સન્માન: અમદાવાદ ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ 2025 માં પણ આ ફિલ્મ સત્તાવાર પસંદગી પામી હતી.
મહિલા સ્વાસ્થ્ય પર તબીબી નિષ્ણાતોનું માર્ગદર્શન
ફિલ્મના સ્ક્રીનિંગ બાદ “સશક્ત મહિલા, સશક્ત વિશ્વ” વિષય પર એક વિશેષ ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં જાણીતા તબીબી નિષ્ણાતોએ હાજરી આપી હતી:
ડૉ. ખુશી પટેલ (ગાયનેકોલોજિસ્ટ અને IVF નિષ્ણાત): તેમણે આધુનિક તબીબી સારવાર અને મહિલાઓના સ્વાસ્થ્ય જાળવણી અંગે મહત્વની જાણકારી આપી હતી.
ડૉ. માલતી જોષી (બાળરોગ નિષ્ણાત): તેમણે માતા અને બાળકના સ્વાસ્થ્ય તેમજ યોગ્ય પોષણના મહત્વ વિશે પ્રેક્ષકોને માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.
ઘરગથ્થુ જુગાડ: સાબુના વધેલા ટુકડા ફેંકશો નહીં, જાણો આ કામમાં આવશે, વાંચવા માટે અહીં ક્લિક કરો