AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : ભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી, જાણો કયા વિસ્તારમાં વરસાદ વરસશે

ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કડકડતી ઠંડી જામેલી જોવા મળી નથી. જો રે આ વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વાતાવરણમાં ફરી એક વખત બદલાવ જરુર જોવા મળશે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

Breaking News : ભર શિયાળે ગુજરાતના અનેક વિસ્તારમાં વરસાદ વરસવાની આગાહી, જાણો કયા વિસ્તારમાં વરસાદ વરસશે
| Updated on: Dec 30, 2025 | 2:33 PM
Share

ડિસેમ્બર મહિનાના અંતિમ દિવસો ચાલી રહ્યા છે. ગુજરાતમાં અત્યાર સુધી કડકડતી ઠંડી જામેલી જોવા મળી નથી. જો રે આ વચ્ચે રાજ્યમાં ભરશિયાળે વાતાવરણમાં ફરી એક વખત બદલાવ જરુર જોવા મળશે. હવામાન વિભાગે આગામી બે દિવસ દરમિયાન ગુજરાતના વિવિધ વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરી છે.

આ વિસ્તારોમાં ખાબકશે વરસાદ

હવામાન વિભાગે કચ્છ, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં સામાન્ય વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. હવામાન આગાહી મુજબ 30 ડિસેમ્બરે કચ્છ જિલ્લામાં સામાન્ય વરસાદ થઈ શકે છે. જ્યારે 31 ડિસેમ્બરે કચ્છ ઉપરાંત દેવભૂમિ દ્વારકા, જામનગર, મોરબી, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં પણ સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ વરસાદને કારણે કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને ભેજ વધવાની શક્યતા છે.

ખેડૂતોને પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા અપીલ

હવામાન વિભાગે વધુમાં જણાવ્યું છે કે વરસાદી માહોલ બાદ નવા વર્ષથી ઠંડીનો ચમકારો વધશે. આગામી બે દિવસ બાદ રાજ્યના અનેક વિસ્તારોમાં ઠંડી વધવાની આગાહી કરવામાં આવી છે. ખાસ કરીને ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રી સેલ્સિયસ સુધી ઘટાડો થવાની શક્યતા છે. આ બદલાતા હવામાનને ધ્યાનમાં રાખીને ખેડૂતોને પાક સંરક્ષણ માટે જરૂરી પગલાં લેવા અને સામાન્ય નાગરિકોને ઠંડી તથા વરસાદથી બચવા સાવચેતી રાખવાની સલાહ આપવામાં આવી છે.

કેટલાક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ રહેશે

આજ સમય ઉત્તર ભારતના પહાડી રાજ્યોમાં હિમ વર્ષા થઇ શકે છે. જ્યારે કેટલાક રાજ્યોમાં વરસાદની પણ શકયતાઓ છે. વામાન વિભાગનું માનવું છે કે 30થી લઇને પહેલી જાન્યુઆરી સુધી અનેક રાજ્યોમાં વરસાદ અને હિમ વર્ષાની શકયતાઓ છે. આ દરમિયાન જ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને કેટલાક સ્થળો પર સામાન્ય વરસાદ પણ વરસી શકે છે.

જો કે 2 જાન્યુઆરી રાજ્યમાં ઠંડી જરૂર કહેર મચાવી શકે છે.ઉત્તર ભારતમાં હિમ વર્ષાની અસર ગુજરાત પર જોવા મળશે અને સમગ્ર ગુજરાતમાં ઠંડી કહેર મચાવશે. જાન્યુઆરીની શરૂઆત જ ગુજરાત માટે ખુબ જ ઠંડી રહી શકે છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

હાંસોટમાં ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું
હાંસોટમાં ઓપરેશન ડીમોલીશન હાથ ધરવામાં આવ્યું
ભાજપના ચાણક્યનો કોલકત્તામાં હુંકાર- 2026માં મમતા આઉટ, ભાજપ ઈન
ભાજપના ચાણક્યનો કોલકત્તામાં હુંકાર- 2026માં મમતા આઉટ, ભાજપ ઈન
સફારી જીપમાં અચાનક આવી સિંહણ, ડ્રાઈવરનો ચહેરો સૂંઘ્યો અને પછી જે થયુ..
સફારી જીપમાં અચાનક આવી સિંહણ, ડ્રાઈવરનો ચહેરો સૂંઘ્યો અને પછી જે થયુ..
સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !
સાંસદ મનસુખ વસાવાએ સરકારી કામ અટકાવ્યું !
શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ
શામળાજી બોર્ડર પર પોલીસની બાજ નજર, ગુજરાતમાં આવતા વાહનોનું કડક ચેકિંગ
ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટ્યા, AMC હરકતમાં, બ્રિજ પર બેરીકેડ
ઈન્કમટેક્સ બ્રિજના જોઇન્ટ તૂટ્યા, AMC હરકતમાં, બ્રિજ પર બેરીકેડ
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય
શક્તિપીઠ અંબાજી મંદિરમાં હવે 5મીટરથી લાંબી ધજા નહીં ચઢાવાય
ઘરની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકો વધારે મોજ-મસ્તીના મૂડમાં હશે
ઘરની આર્થિક સ્થિતિ સુધરશે, બાળકો વધારે મોજ-મસ્તીના મૂડમાં હશે
ચાંદીમાં રોકાણ નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું
ચાંદીમાં રોકાણ નામે જવેલર્સ માલિકે 300થી 400 કરોડનું ફૂલેકું ફેરવ્યું
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
પોલીસે હાજરી ભરવા નહીં જવુ પડે સ્ટેશને, ઓલ ઈન વન નવી 'પ્રમાણ' એપ લોન્ચ
g clip-path="url(#clip0_868_265)">