રાજ્યના 158 તાલુકામાં પડ્યો નોંધપાત્ર વરસાદ, સુરતના ઉંમરપાડામાં ખાબક્યો 14 ઈંચ વરસાદ, SDRF તૈનાત- Video

|

Jul 15, 2024 | 7:55 PM

રાજ્યના 158 તાલુકામાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સુરતના ઉમરપાડામાં સૌથી વધુ 14 ઈંચ વરસાદ ખાબક્યો છે. અનેક સ્થળે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. તકેદારીના ભાગરૂપે રાહત અને બચાવ માટે SDRFની ટીમ તૈનાત રખાઈ છે.

રાજ્યમાં મેઘરાજા ધમાકેદાર બેટીંગ કરી રહ્યા છે. ક્યાંક મહેર તો ક્યાંક કહેર બનીને વરસાદ ત્રાટક્યો છે. રાજ્યના 158 તાલુકામાં નોંધપાત્ર વરસાદ વરસ્યો છે. જેમા 4 તાલુકામાં 4 ઈંચથી વધુ વરસાદ થયો છે તો સુરતના ઉમરપાડામાં આભ ફાટ્યા જેવી સ્થિતિ સર્જાઈ છે અને એકસામટો 14 ઈંચ વરસાદ ખાબકી ગયો છે અને હજુ વરસાદ વરસવાનું શરૂ છે. રાહત અને બચાવ માટે SDRFની ટીમ પણ તૈનાત રાખવામાં આવી છે.

આગામી 48 કલાક ગુજરાત માટે ખુબ જ ભારે છે. હવામાન વિભાગે ગુજરાત અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ આપ્યું છે. એટલે આગામી કલાકોમાં હજુ પણ મૂશળધાર વરસાદ વરસી શકે છે. ગુજરાત પર એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. એટલે આગામી કલાકોમાં વરસાદ રીતસરનો તૂટી પડશે. જેની શરૂઆત પણ થઇ ગઇ છે. દક્ષિણ ગુજરાતથી લઇને સૌરાષ્ટ્ર અને મધ્ય અને ઉત્તર ગુજરાતમાં આગામી કલાકોમાં વરસાદનો સૌથી પ્રચંડ પાવર જોવા મળશે.

રાજ્યમાં હાલ મેઘરાજાએ મૂશળધાર મહેરના બીજા રાઉન્ડની શરૂઆત કરી દીધી છે. દક્ષિણ ગુજરાતમાં દમદાર વરસાદ વરસ્યો છે. અનેક જિલ્લાઓ પાણી પાણી થઇ ગયા છે. જો કે હજુ પણ આ પ્રારંભ છે અને પ્રચંડ વરસાદ તો બાકી છે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી દિવસોમાં હજુ પણ ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. રાજ્યમાં આમ તો આગામી સાત દિવસ સુધી મેઘરાજા સટાસટી બોલાવશે. જો કે આગામી 48 કલાક રાજ્ય માટે ખુબ જ ભારે છે. આગામી 2 દિવસ સુધી રાજ્યના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટની આગાહી છે. એટલે મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ આગામી 2 દિવસમાં જોવા મળી શકે છે.

એક મેચમાં કોમેન્ટ્રી કરી લાખો કમાય છે આ પૂર્વ ક્રિકેટરો અને કોમેન્ટેટરો
ભારતમાં આ રાજ્યની છોકરીઓ હોય છે સૌથી વધુ સુંદર
ગુજરાતી મ્યુઝિક ડાયરેક્ટર મેહુલ સુરતી વિશે જાણો
આ લોકોએ ભૂલથી પણ ના ખાવી જોઈએ અળસી, જાણો કેમ?
Sargva : ક્યા લોકોએ સરગવાનું શાક ન ખાવું જોઈએ?
નવરાત્રિમાં ગુજરાતી સિંગર ઓસમાણ મીરના ગીતોની રમઝટ બોલે છે

હવામાન વિભાગના ડાયરેક્ટર એસ.કે. દાસના જણાવ્યા અનુસાર રાજ્યમાં એક સાથે ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય થઇ છે. ઑફશોર ટ્રફ, સાયકલોનિક સર્ક્યુલેશનના લીધે ભારે વરસાદ થશે. વેસટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થતા રાજ્યમાં વરસાદી માહોલ યથાવત્ રહેશે. આગામી 48 કલાક દક્ષિણ ગુજરાત માટે ખૂબ ભારે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની વરસાદને લઈ સૌથી નવી આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલ પ્રમાણે દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. ભાવનગર, બોટાદ, રાજકોટ, સુરેન્દ્રનગરમાં અતિભારે વરસાદ પડી શકે છે. 19 તારીખ સુધીમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદની સંભાવના છે. અમદાવાદ, બાળવા સહિતના વિસ્તારોમાં પણ ભારે વરસાદની શકયતાઓ છે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર માત્ર દક્ષિણ ગુજરાત જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના તમામ જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રને પણ મેઘરાજા ધમરોળશે. તાપી નદી, નર્મદા નદી સહિત સૌરાષ્ટ્રની નદીઓમાં ધસમસતા પૂરની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અવિરત રીતે મેઘમહેર થઇ રહી છે. જેના કારણે વરસાદની ટકાવારીમાં સતત વધારો થઇ રહ્યો છે. સમગ્ર ગુજરાતમાં થયેલા વરસાદની વાત કરીએ તો…

  • સૌરાષ્ટ્રમાં  38 ટકા
  • દક્ષિણ ગુજરાતમાં 36 ટકા
  • કચ્છમાં 35 ટકા
  • મધ્ય ગુજરાતમાં 20 ટકા
  • ઉત્તર ગુજરાતમાં 19 ટકા

ગુજરાતમાં મેઘરાજાએ હાલ પોતાની મહેર વરસાવી રહ્યા છે. જે આગામી દિવસોમાં પણ યથાવત્ રહેશે. જુલાઇમાં જળબંબાકારની સ્થિતિ હાલ તો ઉભી થઇ ગઇ છે અને આગામી દિવસોમાં પણ અનેક વિસ્તાર વરસાદની પાણીથી તરબોળ થતા જ રહેશે.

Next Article