Gujarat Weather forecast : હવામાન વિભાગની વરસાદને લઈ મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ, જુઓ Video

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં અમદાવાદ,ભાવનગર, દેવભૂમિદ્વારકા, જૂનાગઢ, મહેસાણા, પાટણ અને પોરબંદર જિલ્લામાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Gujarat Weather forecast : હવામાન વિભાગની વરસાદને લઈ મોટી આગાહી, આ જિલ્લાઓમાં પડશે અતિ ભારે વરસાદ, જુઓ Video
Gujarat Rain
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 07, 2023 | 7:34 AM

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યમાં વરસાદ વરસી રહ્યો છે. તેવામાં અમદાવાદ,ભાવનગર, દેવભૂમિદ્વારકા, જૂનાગઢ, મહેસાણા, પાટણ અને પોરબંદર જિલ્લામાં 31 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો અમરેલી,બોટાદ,જામનગર, રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લાઓમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

આ પણ વાંચો : Rajkot Rain Breaking : રાજકોટના ગોંડલ પંથકમાં ભારે વરસાદ, ઉમવાળા અંડરબ્રિજમાં ભરાયા ઘૂંટણસમા પાણી, જુઓ Video

તો તાપી,બનાસકાંઠા, દાહોદ,નર્મદા, નવસારી,સાબરકાંઠા, સુરત અને વલસાડ જિલ્લામાં 29 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. આણંદ,અરવલ્લી, ભરુચ,છોટાઉદેપુર, ગાંધીનગર,ગીરસોમનાથ,ખેડા, મહીસાગર,પંચમહાલ અને વડોદરા જેવા જિલ્લાઓમાં 30 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે. તો બીજી તરફ રાજકોટમાં 32 ડિગ્રી તાપમાન રહે તેવી સંભાવના છે.

Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?
Mahakumbh 2025: મહિલા નાગા સંન્યાસીની ક્યાં રહે છે અને શું ખાય છે? જાણો તેમની રહસ્યમય દુનિયા વિશે
'પ્રીતિ ઝિન્ટાના કારણે મારું ઘર તૂટ્યુ !' તેને નહીં માફ કરુ, કોણ છે આ મહિલા જેણે આવું કહ્યું
ભારતની એ જેલ, જ્યાં કેદીઓ સામેથી માંગે છે મોત!, ત્યાં જાય છે તે ક્યારેય પાછા નથી આવતા
સવારે ઉઠતાની સાથે દેખાય આ 6 વસ્તુઓ, તો સમજો કિસ્મત ચમકવાની છે !

ગુજરાતમાં 7થી 12 જુલાઈ દરમિયાન ભરે વરસાદની અંબાલાલ પટેલે કરી આગાહી

હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. જેમાં તેઓએ દક્ષિણ ગુજરાતમાં પૂરની સંભાવના વ્યક્ત કરી છે. આજ થી 12 જુલાઈ વચ્ચે બંગાળનું ઉપસાગર અને અરબ સાગરના ભેજના કારણે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. તો સમગ્ર રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં આહવા, ડાંગ, વલસાડ, નવસારી, સુરત અને ભરૂચ જેવા જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ રહે તેવી શક્યતા છે.

હવામાન વિભાગે જાહેર કર્યા વિવિધ એલર્ટ

ગુજરાતમાં આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યુ છે. તો છોટાઉદેપુર, નવસારી, તાપી, ડાંગ,પોરબંદર, રાજકોટ, બોટાદ, વડોદરા, બનાસકાંઠા, અને પાટણમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. આજે જુનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ છે.

તો આ તરફ 8 જુલાઈએ ગુજરાતમાં રેડ, ઓરેન્જ અને યેલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે. જામનગરમાં 8 જૂલાઈએ રેડ ઍલર્ટ જાહેર કર્યુ છે. કચ્છ, રાજકોટ જુનાગઢ, અમરેલી, ભાવનગર, ભરૂચ અને સુરતમાં યલો ઍલર્ટ આપવામાં આવ્યુ છે. જ્યારે દ્વારકા, પોરબંદર, નવસારી અને વલસાડના ઓરેન્જ ઍલર્ટ આપવામાં આવ્યુ છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">