AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

આજનું હવામાન : આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયુ એલર્ટ

દેશના અનેક રાજ્યોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આપણા ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જો કે હવે આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થાય તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 72 કલાકમાં જ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.

આજનું હવામાન : આગામી 72 કલાકમાં ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી, આ વિસ્તારોમાં અપાયુ એલર્ટ
| Updated on: Aug 13, 2025 | 8:50 AM
Share

દેશના અનેક રાજ્યોમાં હાલ ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. પરંતુ આપણા ગુજરાતમાં મેઘરાજાએ વિરામ લીધો હોય તેવું લાગી રહ્યું છે. જો કે હવે આગામી દિવસોમાં ચોમાસું સક્રિય થાય તેવી હવામાન વિભાગની આગાહી સામે આવી છે. આગામી 72 કલાકમાં જ ગુજરાતમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે. હવામાન વિભાગની આગાહી છે કે 15 ઓગસ્ટ બાદ રાજ્યના અનેક જિલ્લાઓમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે.

તહેવારોમાં વરસશે ધોધમાર

સપ્તાહના અંતમાં સાતમ-આઠમનો તહેવાર આવી રહ્યો છે. ત્યારે હવામાન વિભાગે અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી સાથે યલો એલર્ટની ચેતવણી આપી છે. ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 15 ઓગસ્ટથી ગુજરાતમાં મુશળધાર વરસાદ શરુ થશે. 18 ઓગસ્ટ સુધી ધોધમાર વરસાદ જોવા મળશે.

અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય

હાલ ગુજરાત પર એક અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય છે. આ સાથે બંગાળની ખાડીમાં પણ એક સિસ્ટમ સક્રિય થઈ શકે છે. જેના કારણે ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે. વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. 16થી 18 ઓગસ્ટના રોજ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

અમદાવાદમાં હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી

અમદાવાદ અને આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થવાની આગાહી છે. 15થી લઇને 18 ઓગસ્ટ વચ્ચે દક્ષિણ ગુજરાતના મોટા ભાગના જિલ્લાઓમાં વરસાદ પડી શકે છે. જ્યારે મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં પણ ધોધમાર વરસાદ જોવા મળી શકે છે. સૌરાષ્ટ્રના પણ અમરેલી, ગીરસોમનાથ અને ભાવનગરમાં ભારે વરસાદની આગાહી છે.

આગામી દિવસોમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં સૌથી સારો વરસાદ જોવા મળશે. સૌરાષ્ટ્રમાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લીધો છે. જો કે હવે આગામી દિવસોમાં સૌરાષ્ટ્રમાં પણ ધોધમાર મેઘમહેર જોવા મળી શકે છે. કચ્છ જિલ્લામાં પણ ધોધમાર વરસાદની આગાહી છે. કચ્છમાં છેલ્લા એક મહિનાથી વરસાદે વિરામ લીધો છે. પરંતુ હવે મેઘરાજા કચ્છને પણ તરબોળ કરે તેવી શકયતાઓ છે. ગુજરાતમાં વરસાદ ફરીથી ધીરે ધીરે પોતાના ફોર્મમાં આવી રહ્યો છે. 14મી ઓગસ્ટથી ગુજરાતમાં ફરી એક વખત વરસાદી માહોલ સર્જાઈ શકે છે. જે બાદ ગુજરાતમાં સારો વરસાદ વરસવાની શક્યતા સેવાઈ રહી છે. હવામાન વિભાગની આગાહી પ્રમાણે, બંગાળની ખાડીમાં એક સિસ્ટમનું સર્જન થશે. જેના કારણે ગુજરાત સહિત મધ્ય અને પશ્ચિમ ભારતમાં ફરી એક વખત ચોમાસું સક્રિય થઈ શકે છે. 12મી ઓગસ્ટ સુધીમાં ગુજરાતમાં 64 ટકાથી વધારે વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ દક્ષિણમાં પડ્યો છે. જ્યારે સૌથી ઓછો સૌરાષ્ટ્રમાં નોંધાયો છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
પેટલાદ, બોરસદ, ખંભાત નગરપાલિકાને GPCBએ ફટકારી નોટિસ
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
અમદાવાદમાં 35 સ્થળો પર ITનું સર્ચ ઓપરેશન
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
રાજકોટના જસદણમાં બાળકી સાથે દુષ્કર્મ મામલે એક આરોપીની ધરપકડ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
દાહોદમાં એક જ પરિવારના 5 ભાઈના મકાનમાં લાગી આગ
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
ગુજરાતી પ્રવાસીઓની બસને રાજસ્થાનમાં નડ્યો અકસ્માત, 3ના મોત, 28ને ઈજા
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
રાજ ટેકસટાઇલ માર્કેટમાં લાગી ભીષણ આગ, 15થી વધુ ગાડી ઘટના સ્થળે
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
ગુજરાતમાં મિશ્ર ઋતુનો માર ! ગરમી,ઠંડી સાથે માવઠાની આગાહી
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
આજે આ રાશિના જાતકોને ભાગ્યનો સાથ: સુખ-સમૃદ્ધિનો સૂરજ ઊગશે
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
રાજ્યના અનેક જિલ્લામાં પૂરતુ ખાતર ન મળતા ધરતીપુત્રો પરેશાન
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
ભાવનગરની ગેંગે દ્વારા દેશભરમાં ચાલતું મોટું સાયબર ફ્રોડ રેકેટ ઝડપાયું!
g clip-path="url(#clip0_868_265)">