Anand Rain : આંકલાવના ચમારા ગામમાં નદીના તટમાં 8 લોકો ફસાયા, હજુ તંત્ર મદદ ન પહોંચ્યુ હોવાનો ગ્રામજનોનો દાવો

રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો આંકલાવાના ચમારા ગામમાં પણ 8 લોકો નદીના તટમાં ફસાયા છે. તંત્ર પાસે ફસાયેલા લોકોએ મદદ માટે અપીલ કરી છે. મહીનદીના પાણી ખેતરમાં ફરી વળ્યાં છે. જેના પગલે શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. તો કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થયા છે.પરંતુ અત્યાર સુધી હજુ તંત્ર મદદે પહોંચ્યુ નથી.

Anand Rain  : આંકલાવના ચમારા ગામમાં નદીના તટમાં 8 લોકો ફસાયા, હજુ તંત્ર મદદ ન પહોંચ્યુ હોવાનો ગ્રામજનોનો દાવો
Chamar village
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 18, 2023 | 12:36 PM

Gujarat Rain : રાજ્યમાં ભારે વરસાદના પગલે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. તો આંકલાવાના ચમારા ગામમાં પણ 8 લોકો નદીના તટમાં ફસાયા છે. તંત્ર પાસે ફસાયેલા લોકોએ મદદ માટે અપીલ કરી છે. મહીનદીના પાણી ખેતરમાં ફરી વળ્યાં છે. જેના પગલે શાકભાજીના પાકને વ્યાપક નુકસાન થયુ છે. તો કેટલાક ઘરો પાણીમાં ગરકાવ થયા છે.

આ પણ વાંચો :Rain Breaking : છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક મેઘ મહેર, 204 તાલુકામાં વરસ્યો વરસાદ

પરંતુ અત્યાર સુધી હજુ તંત્ર મદદે પહોંચ્યુ નથી. તો બોરસદના ગાજણા ગામે મહિસાગર ગામે મહીસાગર નદીમાં 13 લોકો ફસાયા છે. રાત્રિ દરમિયાન એકા એક પાણીનો પ્રવાહ વધતાં બહાર નીકળી શક્યા ન હતા. નદીના ભાઠામાં રહેતા લોકો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા હતા. જેમાં ગઈકાલે રાત્રેથી ઝાડ પર બેસેલા 13 લોકો ફસાયા છે. ઝાડ પર ફસાયેલા લોકોએ વીડિયો શેર કર્યો છે. ફસાયેલા 13 લોકોને એરફોર્સ દ્વારા બચાવવામાં મદદ લેવાશે.

Skin Care : ઓઈલી સ્કિન પર એલોવેરા લગાવવું જોઈએ કે નહીં?
Amla juice benefits : રોજ આમળાનો રસ પીવાથી શરીરને થશે 5 ચોંકાવનારા ફાયદા
ગ્લેમરની દુનિયા છોડી આ 5 અભિનેત્રીઓ બની સાધ્વી
મહાકુંભમાં ભૂલ્યા વિના લઈ જજો આ શુભ વસ્તુઓ, સફળ થશે કુંભયાત્રા
Pakistani Actress : હાનિયા નહીં પાકિસ્તાનની આ એક્ટ્રેસની માસૂમિયત પર ફીદા છે ભારતીયો
1 લાખ રૂપિયામાં લોન્ચ થશે આ ઇલેક્ટ્રિક કાર ! મળશે ખાસ ફીચર્સ

ડબકા ગામના લાભા વિસ્તારમાં 4 લોકો ફસાયા

વડોદરાના પાદરાના ડબકા ગામે ફસાયેલા લોકોને બચાવવાયા છે. ડબકા ગામના લાભા વિસ્તારમાં 4 લોકો ફસાયા છે. જેમાં એક વૃદ્ધા અને મહિલા સહિત 4 લોકો ફસાયા હતા. જેમને સ્થાનિક તરવૈયા અને પોલીસની મદદથી તમામ લોકોને બચાવાયા છે. આરોગ્ય વિભાગની ટીમે તમામનું ચેકઅપ કરીને જરુરી દાવાઓ આપી છે. મહીસાગર નદીનું પાણી અચાનક સીમ વિસ્તારોમાં ફરી વળતા લોકો ફસાયા હતા. પોલીસ અને સ્થાનિક યુવકોએ બચાવકાર્ય હાથ ધર્યુ હતુ. હજુ પણ કેટલાક પશુઓ પાણીમાં ફસાયા હોવાની માહિતી મળે છે.

હવામાન અને ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">