સસંદમાં લાગ્યા Zero ના નારા ! રાહુલ ગાંધી પર કટાક્ષ કરતા એવું તો શું બોલ્યા અનુરાગ ઠાકુર, જુઓ-Video

| Updated on: Feb 11, 2025 | 2:26 PM

વાસ્તવમાં તે પેમ્ફલેટ પર 1200000 રૂપિયા સુધીની આવકવેરા માફી લખવામાં આવી હતી પરંતુ શૂન્યની વાત કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે 2014ની લોકસભા ચૂંટણીથી લઈને તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધીનો ઉલ્લેખ કર્યો હતો.

સોમવારે લોકસભામાં બજેટ પર ચર્ચા દરમિયાન બીજેપી સાંસદ અનુરાગ ઠાકુરે વિપક્ષી નેતા રાહુલ ગાંધી પર જોરદાર કટાક્ષ કર્યો અને તેના પર શૂન્ય સાથેનું પેમ્ફલેટ બતાવીને તેમને નિશાન બનાવ્યા હતા. આ દરમિયાન, ઠાકુરે પેમ્ફલેટ બતાવ્યું અને કહ્યું કે રાહુલ જી તેમના શૂન્ય તપાસી લે. અહીં સંસદમાં કોંગ્રેસ અને રાહુલ ગાંધીના નામે શૂન્યના નારા લગાવ્યા હતા.

2014થી 2025માં દિલ્હી વિધાનસભામાં કોંગ્રેસને મળ્યા શૂન્ય

વાસ્તવમાં તે પેમ્ફલેટ પર 1200000 રૂપિયા સુધીની આવકવેરા માફી લખવામાં આવી હતી પરંતુ શૂન્યની વાત કરીને કોંગ્રેસ પર પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે 2014ની લોકસભા ચૂંટણીથી લઈને તાજેતરની દિલ્હી વિધાનસભા ચૂંટણી સુધીનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસ પાર્ટીએ આ તમામ ચૂંટણીઓમાં શૂન્ય બેઠકો મેળવવાનો રેકોર્ડ બનાવ્યો હોવાનો ઉલ્લેખ કર્યો હતો.

રાહુલ ગાંધી પર કર્યો કટાક્ષ

અહીં વીડિયોમાં તમે જોઈ શકો છો અનુરાગ ઠાકુર બોલે છે કે 2014ની દિલ્હી વિધાન સભામાં કોંગ્રેસને કેટલી સીટ મળી તો પાછળ બેઠાલા તમામ સાંસદો કહે છે કે “ઝીરો”. આ સાથે તેઓ 6 વખત ઝીરોનો ઉલ્લેખ કરી રાહુલ ગાંધી પર કટાક્ષ કર્યો છે.

આ સાથે અનુરાગ ઠાકુરે કોંગ્રેસ પર તેના શાસન દરમિયાન દેશને બદલે એક પરિવારને મહત્વ આપવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે અગાઉની યુપીએ સરકાર દરમિયાન દેશ ‘સ્કેમ ઈન્ડિયા’ હતો, જે આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ‘સક્ષમ ભારત’ બની ગયો છે.