અયોધ્યા પહોંચ્યા વિવિધ દેશના નીર, જાણો સૌથી પહેલા કયા જળથી થશે રામલલાનો અભિષેક?
અયોધ્યાના કારસેવકપુરમમાં આ તમામ જળ કળશ એકઠા કરાયા છે. ત્યારે તમને જણાવી દઈએ કે સૌથી પહેલા નેપાળના જળથી રામલલાનો અભિષેક થશે. તો આ મહામહોત્સવ માટે જે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ગાયનું શુદ્ધ ઘી પણ અયોધ્યા પહોંચી ચુક્યું છે.
અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા પૂર્વે રામલલાનો મહાભિષેક કરવામાં આવશે. આ અભિષેક માટે 156 દેશમાંથી નીર અયોધ્યા પહોંચી રહ્યા છે. અયોધ્યાના કારસેવકપુરમમાં આ તમામ જળ કળશ એકઠા કરાયા છે. ત્યારે તમને જણાવી દઈએ કે સૌથી પહેલા નેપાળના જળથી રામલલાનો અભિષેક થશે. તો આ મહામહોત્સવ માટે જે મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. તે માટે ગાયનું શુદ્ધ ઘી પણ અયોધ્યા પહોંચી ચુક્યું છે.
પાકિસ્તાન અને ચીનથી પણ આવ્યું જળ
રામ મંદિરના જલાભિષેક માટે પાકિસ્તાન અને ચીનથી પણ નીર લાવવામાં આવ્યું છે. રામલલ્લા મંદિરના જલાભિષેક માટે પાકિસ્તાનની પવિત્ર રાવી નદીમાંથી જળ લાવવામાં આવ્યું હતું. જો કે, તેને લાવવું સરળ નહોતું. પહેલા આ પાણી પાકિસ્તાનથી દુબઈ મોકલવામાં આવ્યું હતું અને ત્યાંથી તેને ભારત લાવવામાં આવ્યું હતું.
આ પણ વાંચો આણંદથી આયોધ્યા..દોડાવવામાં આવી છે આ ટ્રેન, જાણો ભાડા સહિતની તમામ વિગત
