Viral Video: પીઠ પર 5 બચ્ચાઓને કરાવી સવારી, દીવાલ પર ચડતા આ જાનવરનો વીડિયો થયો વાયરલ

|

Jul 26, 2021 | 2:38 PM

ઇન્ટરનેટ પર પ્રાણીઓના ઘણા વીડિયો વાયરલ થયા છે જેમાં માતા તેમના બચ્ચા માટે થઈને કઈ પણ કરી છૂટે છે. તેવામાં આ વિડીયો પણ ચોક્કસ તમારૂ દિલ જીતી લેશે.

Viral Video: પીઠ પર 5 બચ્ચાઓને કરાવી સવારી, દીવાલ પર ચડતા આ જાનવરનો વીડિયો થયો વાયરલ
Viral video of mother opossum with 5 babies

Follow us on

Viral Video: ગુજરાતીમાં એક સરસ કહેવત છે કે, ‘માં તે માં બીજા વગડાના વા’ પછી ભલે તે માં માનવની હોય કે કોઈ પણ જાનવરની. પરંતુ માં તે આખરે માં જ હોય છે. માતા પોતાના બાળકો માટે દરેક પીડા સહન કરવા તૈયાર હોય છે.

તેના જીવનમાં કોઈ પણ સુખ અને દુ:ખની પરવાહ કર્યા વિના પણ, માતા પોતાના બાળકોની સુખ સુવિધાઓની સંભાળ રાખે છે. એ જ રીતે, ઇન્ટરનેટ પર પ્રાણીઓના ઘણા વિડિઓ વાયરલ થયા છે જેમાં માતાઓ તેમના બચ્ચા માટે થઈને કઈ પણ કરી છૂટે છે. તેવામાં આ વિડીયો પણ ચોક્કસ તમારૂ દિલ જીતી લેશે.

ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે

આવો જ એક વીડિયો આજકાલ સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જ્યાં એક માતા દિવાલ પર ચાલતી હોય છે અને તેના પાંચ બચ્ચા તેની પીઠ પર બેઠેલા છે.

વીડિયોમાં જોઈ શકાય છે કે આ માતા Opossum તેની પીઠ પર બેઠેલા પાંચ બાળકોને કારણે દિવાલ પર ભાગ્યે જ પોતાનું સંતુલન જાળવી રાખે છે. આ કારણે તેને ચાલવામાં ઘણી તકલીફ પડે છે. પરંતુ ન તો તે કોઈ બચ્ચાને તેની પીઠ પરથી ઉતારી રહી છે, કે ન તો તે તેમને નીચે પડવા દે છે.


IFS સુશાંત નંદાએ આ વીડિયોને તેના ટ્વિટર એકાઉન્ટ પર શેર કર્યો છે. જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે, ‘કેટલીક વાર માતૃત્વની શક્તિ કુદરતી નિયમો કરતા વધારે હોય છે. આ માતા ઑપોસમની પીઠ પર 5 બચ્ચા સાથે વાયરલ આ વીડિયોને સોશિયલ મીડિયા પર લોકોએ ખૂબ પસંદ કરી રહ્યા છે.

લોકો તેને એકબીજા સાથે શેર કરી રહ્યા છે. સાથે સાથે સાથે સાથે તેના પર વિવિધ પ્રકારની કમેંટ્સ પણ કરી રહ્યા છે. અને પ્રતિક્રિયાઓ પણ આપી રહ્યા છે. લોકો કહે છે કે તે માનવ હોય કે પ્રાણી, દરેક માતા માટે, તેના બાળકો પોતાના જીવ કરતાં વધુ પ્રિયહોય છે.

 

આ પણ વાંચો: Kargil Vijay Diwas: જ્યારે ભારતીય સેનાએ રવિના ટંડનના નામે એક ભેટ Nawaz Sharif ને મોકલી, જાણો કારણ

આ પણ વાંચો: Gujarat માં મંગળવારે અતિ ભારે વરસાદની આગાહી, NDRFની આઠ ટીમો તૈનાત

 

Next Article