બાંગ્લાદેશમાં હિંસા વણસી, વડાપ્રધાન શેખ હસીના દેશ છોડી ભાગ્યા, પીએમ નિવાસસ્થાન પર વિરોધીઓનો કબજો, જુઓ વીડિયો

બાંગ્લાદેશના આર્મી ચીફ વોકર-ઉઝ-ઝમાન એક મહિનાથી વધુ સમયથી ચાલી રહેલા ઉગ્ર વિરોધ બાદ રાષ્ટ્રને સંબોધિત કરશે. આ પ્રદર્શનોમાં હવે વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ કરવામાં આવી રહી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 05, 2024 | 8:39 PM

બાંગ્લાદેશમાં અનામત સામે ચાલી રહેલા વિરોધ પ્રદર્શન હવે મોટા અને દેશવ્યાપી આંદોલનમાં ફેરવાઈ ગયા છે. આ દરમિયાન સમાચાર છે કે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીના ઢાકા પેલેસ એટલે કે વડાપ્રધાન નિવાસસ્થાન છોડીને કોઈ સુરક્ષિત જગ્યાએ ચાલ્યા ગયા છે. વડાપ્રધાન શેખ હસીનાના રાજીનામાની માંગ સાથે લાખો લોકો કર્ફ્યુ ભંગ કરીને રોડ પર ઉતરી આવ્યા છે. એવી શક્યતા છે કે, શેખ હસીના વડાપ્રધાન પદ પરથી રાજીનામું આપી શકે છે.

સમાચાર એજન્સી એએફપી અનુસાર, બાંગ્લાદેશ સરકાર વિરુદ્ધ ચાલી રહેલા આ વિરોધ પ્રદર્શનમાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા છે.

બાંગ્લાદેશ ફરી એકવાર અનામતની આગમાં સળગી રહ્યું છે, અનેક જગ્યાએથી હિંસા અને આગચંપીની ઘટનાઓ સામે આવી રહી છે. સિરાજગંજના ઇનાયતપુર પોલીસ સ્ટેશનમાં પ્રદર્શનકારીઓએ પોલીસ સ્ટેશનને ઘેરી લીધું અને પોલીસ સ્ટેશનને આગ ચાપી દીધી હોવાના સમાચાર સામે આવ્યા છે. પોલીસ સ્ટેશનમાં લાગેલી આગમાં 13 પોલીસકર્મીઓના મોત થયા હતા.

સ્થાનિક મીડિયાના અહેવાલો અનુસાર, બપોરે એક સાથે હજારો દેખાવકારોએ ઇનાયતપુર પોલીસ સ્ટેશન પર હુમલો કર્યો. અચાનક થયેલા ચોમેરથી હુમલાને કારણે પોલીસકર્મીઓ કંઈ કરી શક્યા ન હતા. ત્યારબાદ પ્રદર્શનકારીઓએ આખા પોલીસ સ્ટેશનને આગ લગાવી દીધી, જેમાં 13 પોલીસકર્મીઓના મોત થયા. આ દરમિયાન સેનાધ્યક્ષ રાષ્ટ્રને સંબોધન કરવા જઈ રહ્યા છે.

Follow Us:
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ભરૂચઃ જિલ્લામાં અતિવૃષ્ટિથી થયેલ પાક નુકસાનીમાં વળતરની માંગ
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
ઊંઝા ઉમિયાધામમાં ધજા મહોત્સવ સંપન્ન, મંદિર પર 11,111થી વધુ ધજા ચઢી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
શંકર ટેકરી વિસ્તારમાં GPCBના દરોડા, 9 એકમોમાં તપાસ હાથ ધરી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
ST બસમાં છુટ્ટા પૈસા બાબતે 2 મહિલાઓ બાખડ્યા, વાળ ખેંચીને કરી મારામારી
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
વકફ બોર્ડને લઈને અરવિંદ કેજરીવાલે આપ્યુ હતુ નિવેદન, જુનો Video વાયરલ
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
જુનાગઢ તાલુકામાં એક સાથે 35 સરપંચે આપ્યા રાજીનામાં
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
ગુજરાતમાં વધુ એક વરસાદી રાઉન્ડની સંભાવના, આ વિસ્તારોમાં વરસાદની શક્યતા
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
આ રાશિના જાતકોને વાહન ચલાવવાથી રાખવી સાવધાની
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
રાજકોટમાં વકર્યો પાણીજન્ય અને મચ્છરજન્ય રોગચાળા
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
વકીલને PI દ્વારા લાત મારવાના કેસમાં હાઈકોર્ટે PIને ફટકાર્યો દંડ
g clip-path="url(#clip0_868_265)">