Morbi: વિજ્ઞાન જાથાએ તંત્ર-મંત્ર કરતો ભૂવો ફિરોઝ સંધિને રંગેહાથ ઝડપ્યો, જુઓ Video
મોરબી જિલ્લાના હળવદમાં લાંબા સમયથી તંત્ર-મંત્ર અને દોરા-ધાગાના નામે અંધશ્રદ્ધા ફેલાવતા એક ભૂવા, ફિરોઝ સંધિનો પર્દાફાશ થયો છે.
ગુજરાતમાં ભૂત, પ્રેત, ડાકણ, નજર અને દુઃખ-દર્દ દૂર કરવાના નામે લોકોને ભ્રમમાં નાખીને અંધશ્રદ્ધા ફેલાવવાના અનેક કિસ્સાઓ જોવા મળે છે. આવી જ એક ફરિયાદ મોરબી જિલ્લાના હળવદમાં બની.
મોરબી જિલ્લાના હળવદમાં લાંબા સમયથી તંત્ર-મંત્ર અને દોરા-ધાગાના નામે અંધશ્રદ્ધા ફેલાવતા ભૂવા ફિરોઝ સંધિનો પર્દાફાશ થયો છે. ગુજરાત રાજ્યની અંધશ્રદ્ધા વિરોધી સંસ્થા વિજ્ઞાનજાથાની ટીમે તેને રંગેહાથ ઝડપી પાડ્યો હતો. આ ભૂવો છેલ્લા એક દાયકાથી ભોળી પ્રજાને ડરાવી-ધમકાવીને આર્થિક શોષણ કરતો હતો.
વિજ્ઞાન જાથાની ટીમ જ્યારે આ સ્થળ પર દરોડા પાડવા પહોંચી, ત્યારે ભૂવાના સમર્થકો સાથે તેમની નજીવું ઘર્ષણ થયું હતું. જોકે, પોલીસે દરમિયાનગીરી કરીને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. વિજ્ઞાનજાથાએ આ અંધશ્રદ્ધા ફેલાવતા ભૂવા વિરુદ્ધ હળવદ પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરાવી છે. આ ઘટનાથી હળવદ પંથકમાં ચકચાર મચી ગઈ છે.