મોરબીના નાના દહીંસરા પાસે હિટ એન્ડ રનની ઘટના, ત્રણના મોત, 2 ઈજાગ્રસ્ત
મોરબીમાં હીટ એન્ડ રનની ઘટના બની છે, માળીયાના નાના દહીંસરા પાસે આ ઘટના બની હતી. હીટ એન્ડ રનની ઘટનામાં ત્રણના મોત થયા છે. જ્યારે બે ઈજાગ્રસ્ત થયા છે. ઈજાગ્રસ્તને સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. માળીયા પોલીસને બનાવની જાણ થતાં તેઓ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
મોરબી જિલ્લાના માળીયાના નાના દહીંસરા પાસે હીટ એન્ડ રનની ઘટના સામે આવી છે. આ ઘટનામાં બે સંતાનો સહિત પિતાનું મોત થયું છે. જ્યારે માતા અને પુત્રી ગંભીર રીતે ઈજાગ્રસ્ત થતા તેમને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા, જે બાદ વધારે સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા છે. બાઈક સવાર દંપતીને અજાણ્યા વાહને અડફેટે લીધા હતા અને ત્યારબાદ ત્યાથી નાસી છુટ્યો હતો. માળીયા પોલીસને બનાવની જાણ થતાં તેઓ મોરબી સરકારી હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતા.
મહત્વનું છે કે હીટ એન્ડ રનની ઘટના બાદ હાઈવે પરના લોકોએ એબ્યુલન્સને બોલાવી ઈજાગ્રસ્તને સારવાર અર્થી ખસેડ્યા હતા, જ્યારે પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનામાં પિતા, પુત્ર અને પુત્રીનું મોત થયું છે, જ્યારે માતા અને એક પુત્રી ઈજાગ્રસ્ત થયા છે અને બન્નેની હાલત ગંભીર છે.
આ પણ વાંચો: મોરબી: કેરાળામાં ફાયરિંગનો મામલો, ફરાર આરોપીને અજાણ્યા શખ્સોએ માર મારતા મોત
મોરબી સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો
(With Input Credit- Rajesh Ambaliya morbi)