BJP પાર્લામેન્ટ્રી બોર્ડમાં થશે 6 મનપાના મેયર પદ માટે મંથન, કોણ-કોણ છે દાવેદારો ?

BJP પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રાજ્યની 6 મનપાના મેયર સહિત અન્ય હોદ્દેદારોના નામો પર મંથન હાથ ધરાશે. અને મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના નામો પર પસંદગીની મહોર વાગશે.

| Updated on: Mar 08, 2021 | 5:02 PM

BJP પાર્લામેન્ટ્રી બોર્ડની બેઠકમાં રાજ્યની 6 મનપાના મેયર સહિત અન્ય હોદ્દેદારોના નામો પર મંથન હાથ ધરાશે. અને મેયર, ડેપ્યુટી મેયર તથા સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના નામો પર પસંદગીની મહોર વાગશે. જોકે આખરી નિર્ણય લેતા પહેલા જે તે શહેરોની ભાજપની સંકલન સમિતિ સાથે ચર્ચા કરવામાં આવશે. મહત્વપૂર્ણ છે કે 10મી માર્ચે ત્રણ મનપાના હોદ્દેદારોની જાહેરાત કરવામાં આવશે. જ્યારે 12મી માર્ચે અન્ય બાકી ત્રણ મનપાના મેયર સહિતના હોદ્દેદારોના નામોની વિધિવત રીતે જાહેરાત કરાશે.

અમદાવાદમાં મેયર કોણ બનશે ?

અમદાવાદ મનપાના મેયર પદ માટે 3 નામોની ચર્ચા છે. જેમાં હિમાંશુ વાળા, કિરીટ પરમાર અને અરવિંદ પરમાર રેસમાં છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે જતીન પટેલ અને કમલેશ પટેલના નામો ચર્ચામાં છે. તો અમદાવાદ મનપામાં સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે જૈનિક વકીલને ફાઇનલ હોવાનું કહેવાય છે.

રાજકોટમાં મેયર માટે 3 નામો રેસમાં

મેયર પદ માટે ત્રણ કોર્પોરેટરના નામ ચર્ચામાં છે. જેમાં પ્રદિપ ડવ, અલ્પેશ મોરઝરીયા અને બાબુ ઉધરેજાના નામો રેસમાં છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે પુષ્કર પટેલ, દેવાંગ માંકડ અને નેહલ શુક્લના નામો ચર્ચામાં છે.

સુરતમાં મેયર કોણ ?

મેયર પદની રેસમાં 3 નામો છે. જેમાં હેમાલી બોઘાવાળા, દર્શીની કોઠીયા અને ઉર્વશી પટેલના નામો ચર્ચામાં છે. જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે પરેશ પટેલ ફાઇનલ હોવાનું લાગે છે.

જામનગરમાં કોણ બનશે મેયર ?

મેયર પદ માટે બીના કોઠારી, કુસુમ પંડ્યા, અલ્કા જાડેજા અને ક્રિષ્ના સોઢાના નામોની ચર્ચા ચાલી રહી છે. તો ડેપ્યુટી મેયર પદ માટે કિસન માડમ અને ગોપાલ સારઠીયાનું નામ રેસમાં છે.જ્યારે સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે મનિષ કટારીયા અને દિવ્યેશ અકબરીના નામોની ચર્ચા છે.

ભાવનગરમાં મેયર પદના કોણ દાવેદાર ?

મેયર પદ માટે કીર્તિ દાણીધારીયા, વર્ષા પરમાર, યોગીતા ત્રિવેદી અને મોના પારેખના નામોની ચર્ચા છે. તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે પંકજસિંહ ગોહીલ, રાજુ રાબડીયા, કુલદીપ પંડ્યા અને કુમાર શાહ રેસમાં છે.

વડોદરામાં મેયર માટે કોની છે ચર્ચા ?

મેયર પદ માટે ત્રણ નામોની ચર્ચા છે. જેમાં પૂર્વ પાણી સમિતિના ચેરમેન પરાક્રમસિંહ જાડેજા, શિક્ષણ સમિતિના પૂર્વ અધ્યક્ષ કેયુર રોકડીયા અને સ્ટેન્ડિંગ કમિટિના પૂર્વ ચેરમેન ડૉ.હિતેન્દ્ર પટેલનો સમાવેશ થાય છે. જ્યારે ડેપ્યુટી મેયર પદ માટે હેમિષા ઠક્કર અને સ્નેહલ પટેલનું નામ ચર્ચાઇ રહ્યું છે.તો સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેન પદ માટે બંદિશ શાહ અને કેયુર રોકડિયાના નામોની ચર્ચામાં છે.

Follow Us:
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">