Google એ YouTube માટે હેન્ડલ ફીચર રજૂ કર્યું, જાણો કેવી રીતે કામ કરશે
ગૂગલે યુટ્યુબ માટે હેન્ડલ ફીચર રજૂ કર્યું છે, જેની મદદથી કોઈપણ વ્યક્તિને સરળતાથી સર્ચ કરી શકાશે. આ એક યુનિક ફીચર છે જે લોકોને ચૅનલને સરળતાથી શોધવા અને કનેક્ટ કરવામાં મદદ કરશે.
YouTube Handle એ લોકો માટે ચેનલને શોધવા અને ચેનલ સાથે કનેક્ટ કરવાની નવી રીત છે. ગૂગલે યુટ્યુબ માટે હેન્ડલ ફીચર રજૂ કર્યું છે, જેની મદદથી કોઈપણ વ્યક્તિને સરળતાથી સર્ચ કરી શકાશે. આ એક યુનિક ફીચર છે જે લોકોને ચૅનલને સરળતાથી શોધવા અને કનેક્ટ કરવામાં મદદ કરશે. યુટ્યુબ એ વિડિયો ક્ષેત્રે એક મોટું પ્લેટફોર્મ છે, જ્યાં અનેક પ્રકારની પ્રવૃત્તિઓ થાય છે. યુટ્યુબમાં અનેક પ્રકારની ચેનલો છે, જેના નામ લગભગ એક સરખા જ દેખાતા હોય છે. આવી સ્થિતિમાં, યુટ્યુબ હેન્ડલ્સ ચેનલોના નામ કરતાં યૂનિક હશે, જેની મદદથી તમે યોગ્ય વ્યક્તિ સાથે કનેક્ટ થઈ રહ્યા છો કે નહીં તે જાણવું સરળ બની જશે. એકબીજાને સરળતાથી શોધવા અને તેમની સાથે કનેક્ટ કરવાની આ એક નવી રીત છે.
યુટ્યુબ પર હેન્ડલ પસંદ કરવાની રીત
બધા યુઝર્સને ઈમેલ અથવા યુટ્યુબ સ્ટુડિયો દ્વારા સૂચના આપવામાં આવશે કે ચેનલ હેન્ડલ બદલી લો. જો કોઈ યુઝર ને ઈમેઈલથી કોઈ માહિતી મળતી નથી તો તે www.youtube.com/handle પર જઈ હેન્ડલ બદલી શકે છે.
કોણ હેન્ડલ માટે પાત્રતા ધરાવે છે ?
યુટ્યુબ પરની દરેક ચેનલમાં એક હેન્ડલ હશે જેનો ઉપયોગ Creator અને Viewers વચ્ચે થઈ શકશે. તમને એક નવું યુનિક યુટ્યુબ યુઆરએલ (url) પણ મળશે જે તમારા હેન્ડલ સાથે મેચ થાય છે અને લોકો માટે યુટ્યુબ પર તમને શોધવું અને તમારી સાથે કનેક્ટ થવું સરળ બનાવશે.
શું મારી ચેનલ માટે હેન્ડલ પસંદ કરવા માટે કોઈ માર્ગદર્શિકા છે?
હેન્ડલ્સ 30 કેરેક્ટર (Character) સુધીના હોઈ શકે છે. તમારું હેન્ડલ લોકો તમને શોધે અને તમારી સાથે કનેક્ટ કરે તે રીતે હશે, તેથી ખાતરી કરજો કે તમે એવું હેન્ડલ પસંદ કરો જે તમારી ચેનલનું પ્રતિનિધિત્વ કરે. તમારા હેન્ડલે યુટ્યુબ કમ્યુનિટી દિશાનિર્દેશોનું પાલન કરવું પડશે.
મારું મનપસંદ હેન્ડલ જો પહેલેથી જ પસંદ કરવામાં આવ્યું હોય તો?
જો પહેલાથી જ કોઈપણ પ્રકારનું વ્યક્તિગત યુટ્યુબ URL હોય તો મોટાભાગની ચેનલો માટે યુટ્યુબ આપમેળે હેન્ડલ આપશે. તમે નવું હેન્ડલ પસંદ કરી શકો છો જ્યાં સુધી તે પહેલાથી જ કોઈ અન્ય દ્વારા ઉપયોગમાં લેવાયું ન હોય. જો તમારી ચૅનલ પાસે વ્યક્તિગત url ન હોય તો તમે નવું હેન્ડલ પસંદ કરી શકો છો અથવા જો તમે હેન્ડલ પસંદ નહીં કરો, તો YouTube આપમેળે ચેનલને એક હેન્ડલ અસાઇન કરશે જેને કોઈપણ સમયે બદલી શકાય છે.
આ રાશિના જાતકો ઐતિહાસિક યાત્રાની યોજના બનાવી શકે છે, જુઓ Video
ગુજરાતના CM-DyCM સંગઠન અને સામાજિક સમીક્ષા મુદ્દે PM મોદીને મળ્યા
થોળ પક્ષી અભયારણ્યમાં છેલ્લા 20 વર્ષમાં યાયાવર પક્ષીની સંખ્યામાં વધારો
હવામાન વિભાગની આગાહી, ગુજરાતમાં જળવાઈ રહેશે ઠંડીનું પ્રમાણ
