ટાટા અને એરબસ ભારતમાં H125 હેલિકોપ્ટર બનાવશે, માઉન્ટ એવરેસ્ટ પર લેન્ડ કરનાર એકમાત્ર હેલિકોપ્ટર
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસ પર હાજરી આપી હતી. મેક્રોનની આ મુલાકાતમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી 'રોડમેપ' પર સહમતિ બની છે.દરમિયાન ટાટા અને એરબસ હેલિકોપ્ટરે H125 હેલિકોપ્ટરના ઉત્પાદન માટે ભાગીદારી કરી છે.
ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોં મુખ્ય અતિથિ તરીકે ગણતંત્ર દિવસ પર હાજરી આપી હતી. મેક્રોનની આ મુલાકાતમાં ભારત અને ફ્રાન્સ વચ્ચે સંરક્ષણ ઔદ્યોગિક ભાગીદારી ‘રોડમેપ’ પર સહમતિ બની છે.
દરમિયાન ટાટા અને એરબસ હેલિકોપ્ટરે H125 હેલિકોપ્ટરના ઉત્પાદન માટે ભાગીદારી કરી છે. એરબસ હેલિકોપ્ટર્સે આ વાતની પુષ્ટિ કરી છે. આ સિવાય ન્યૂ સ્પેસ ઈન્ડિયા લિમિટેડ અને ફ્રાન્સની એરિયાનેસ્પેસ વચ્ચે સેટેલાઈટ લોન્ચ કરવા માટે MOU પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે.
એરબસ હેલિકોપ્ટર્સે જણાવ્યું છે કે “અમે દેશમાં હેલિકોપ્ટર ફાઇનલ એસેમ્બલી લાઇન સ્થાપિત કરવા માટે ટાટા ગ્રુપ સાથે ભાગીદારીની જાહેરાત કરી છે. FAL ભારત માટે અમારા સૌથી વધુ વેચાતા સિવિલ હેલિકોપ્ટર H125નું ઉત્પાદન કરશે અને કેટલાક પડોશી દેશોમાં નિકાસ કરશે.”
FAL ને ઇન્સ્ટોલ કરવામાં 24 મહિના લાગશે અને પ્રથમ ‘મેડ ઇન ઇન્ડિયા’ H125 ની ડિલિવરી 2026 માં શરૂ થવાની અપેક્ષા છે. સ્થાન FAL નો નિર્ણય એરબસ અને ટાટા ગ્રુપ દ્વારા સંયુક્ત રીતે લેવામાં આવશે.
