Bhuj: ભુજમાં આજે પણ ચાલી રહ્યું છે ટેન્કર રાજ, લોકો પાણી માટે વલખા મારી રહ્યા છે

Bhuj : કચ્છના મુખ્યમથક ભુજ (Bhuj)માં પાણીની કટોકટી સર્જાઇ છે અને વિતરણ વ્યવસ્થા ખોરવાતા શહેરોમાં બેફામ ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે. દરરોજ  150 થી વધુ ટેન્કરો પાલિકા દ્રારા દોડાવવામાં આવવા છતા શહેરીજનોને નિયમીત પાણી મળતુ નથી.

Nirupa Duva
| Edited By: | Updated on: Jun 16, 2021 | 4:43 PM

Bhuj : કચ્છના મુખ્યમથક ભુજ (Bhuj)માં પાણીની કટોકટી સર્જાઇ છે અને વિતરણ વ્યવસ્થા ખોરવાતા શહેરોમાં બેફામ ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે. દરરોજ  150 થી વધુ ટેન્કરો પાલિકા દ્રારા દોડાવવામાં આવવા છતા શહેરીજનોને નિયમિત પાણી મળતુ નથી.

કચ્છ (Kutch)ના મુખ્યમથક ભુજમાં પાણીની કટોકટી સર્જાઇ છે અને વિતરણ વ્યવસ્થા ખોરવાતા શહેરોમાં બેફામ ટેન્કરો દોડાવવા પડી રહ્યા છે. 150 થી વધુ ટેન્કર પાલિકા દ્રારા દોડાવવા છતા શહેરીજનોને સમય પર પાણી મળતુ નથી. જો કે નર્મદા (Narmada)નું પાણી નિયમિત મળતા બે દિવસમાં સમસ્યા હળવી થવાનો અંદાજ લગાવવામાં આવી રહ્યો છે.

એક તરફ સરકાર ગુજરાતમાં પુરતા પાણીના દાવા સાથે ટેન્કરરાજ ખત્મ થયું હોવાના દાવા કરી રહ્યુ છે,  પરંતુ ભુજમા લાંબા સમયથી પાણી વિતરણ વ્યવસ્થા ખોરવાતા ભુજ પાલિકા ટેન્કર પાણી વિતરણ (Water distribution) માટે મજબુર બની છે.  પુરતુ પાણી ન મળતા ભુજના મોટાભાગના વિસ્તારમા સપ્તાહમાં એક-બે દિવસ પાણી પુરૂ પાડી શકાય છે અને તે પણ જરૂરીયાત કરતા ઓછુ પાણી આપવામાં આવે છે. ત્યારે દરરોજના  150થી વધુ ટેન્કરના ફેરા છતા લોકોને ખાનગી ટેન્કરો મંગાવવા પડે છે અથવા દિવસો સુધી રાહ જોવી પડે છે.

ત્યારે પાણીની સમસ્યા (Water problem) જલ્દી ઉકેલાય તેવી માગ કરવામાં આવી રહી છે સાથે લાખોના ખર્ચ પાણીના બોર કરવામાં આવ્યા છે  તેમ છતા પાણી કેમ નથી મળતુ તેવા સવાલો પણ લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.

પાણીની સમસ્યા (Water problem)નો ખુદ પ્રમુખ સ્વીકાર કરે છે, પરંતુ ભવિષ્યની યોજનાઓના હવાલો આપી આગામી ઉનાળામા પાણીની સમસ્યાનો કાયમી ઉકેલ આવશે તેમ જણાવે છે. જો હાલમાં પાણીની સમસ્યા નર્મદાનુ પાણી ન મળતા સર્જાઇ છે અને ટેન્કરનાં 100થી વધુ ફેરા છતા શહેરમાં પાણીની સમસ્યા છે. પ્રમુખે દાવો કર્યો છે કે, 2 દિવસમાં પાણી નિયમિત મળતું થઇ જશે.

કચ્છમાં દર ઉનાળે પાણીની સમસ્યા હોય છે,પરંતુ ભુજ એવુ શહેર છે કે ,જ્યાં પુરતા પાણી છતા પાણી વિતરણ વ્યવસ્થા યોગ્ય ન થતાં પાણીની કટોકટી સર્જાય છે. ચાલુ વર્ષે પણ ભુજમાં દોઢ મહિનાથી પાણીનો પોકાર ઉઠી રહ્યો  છે. હજારો ટેન્કરો પણ લોકોની તરસ બુજાવી શકતા નથી. તેવામાં શહેરીજનો ટેન્કર રાજ ખતમ કરી પાણી વિતરણ વ્યવસ્થા નિયમિત થાય તેવી આશા રાખી રહ્યા છે. ટેન્કરોમાં ભષ્ટ્રાચારનો મુદ્દો પણ દર વર્ષે ચર્ચામાં હોય છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">