AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Surat : ખાખી વર્દીમાં સિનિયર પોલીસ કર્મચારીએ મહિલા મિત્ર સાથે બનાવ્યા વીડિયો, video વાયરલ થતા સર્જાયો વિવાદ

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 02, 2021 | 12:14 PM
Share

Surat News: સુરતના એક સિનિયર પોલીસ કર્મચારી દ્વારા મહિલા મિત્ર સાથે લગભગ 40 જેટલા વીડિયો બનાવવામાં આવ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે.

Surat News : સુરત શહેર પોલીસનો ફરી એક વિવાદ સામે આવ્યો છે. શહેરના મહિધરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક કર્મીનો પોલીસ વર્દીમાં તેની મહિલા મિત્ર સાથે બનાવેલો વીડિયો વયરલ થયો છે. આ પોલીસકર્મીએ ગાડીમાં ફિલ્મી ગીતો પર બનાવેલા વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે જેને લઈને વિવાદ સર્જાયો છે.

સુરતના મહીધરપુરા પોલીસ સ્ટેશનના એક સિનિયર પોલીસ કર્મચારી દ્વારા મહિલા મિત્ર સાથે એક નહીં પણ લગભગ 40 જેટલા વીડિયો બનાવવામાં આવ્યા છે. આ વીડિયો હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યા છે. મોડી રાત્રે મહિલા મિત્ર સાથે ગાડીમાં ફિલ્મી ગીતો પર મોજ મસ્તી સાથેના વીડિયો બનાવનાર આ સિનિયર પોલીસ કર્મચારી અગાઉ પણ અનેક વિવાદમાં રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે.

આ પણ વાંચો: LPG Gas Subsidy Status : શું ગેસ સબસિડી તમારા ખાતામાં આવી રહી છે? જાણો તપાસવાની રીત

મહિલા મિત્રની સંગતમાં ભાન ભુલેલા આ પોલીસ કર્મચારીએ ખાખી વર્દીમાં પણ આ પ્રકારના વીડિયો બનાવ્યા હોવાનું વીડિયોમાં જોઈ શકાય છે. મહત્વનું છે કે, થોડા દિવસો અગાઉ એક મહિલા હોમ ગાર્ડનો વર્દી સાથેનો વીડિયો વાઇરલ થયા બાદ તપાસના આદેશ અપાયા હતા અને ત્યારબાદ મહિલા હોમ ગાર્ડને સસેન્ડ કરવામાં આવ્યા હતા. તો હવે પોલીસ વર્દીમાં રહી વીડિયો બનાવનાર આ કર્મચારીઓ વિરુદ્ધ પોલીસ દ્વારા શું કાર્યવાહી કરાશે તે જોવુ રહ્યું.

આ પણ વાંચો: LIC Saral Pension scheme : આ યોજના સિંગલ પ્રીમિયમ ઉપર આપશે લાઈફટાઈમ PENSION ના લાભ , જાણો યોજના વિશે વિગતવાર

g clip-path="url(#clip0_868_265)">