Surat : પેટ્રોલ-ડીઝલનો ભાવ વધતા ઇલેક્ટ્રિક કારનો ક્રેઝ વધ્યો, 2થી 3 મહિનાનું વેઇટિંગ
પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થયો છે. સુરતમાં (Surat) પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થતા નાગરિકો હવે ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) તરફ વળ્યાં છે.
પેટ્રોલ ડીઝલના ભાવ 100 નજીક પહોંચતા હવે વાહનચાલકોના ખિસ્સા પર બોજો વધ્યો છે. આ કારણથી નાગરિકો હવે ઇલેક્ટ્રિક વાહનો (Electric Vehicles) ખરીદવા તરફ વળ્યા છે. તો બીજી તરફ પોતાના પેટ્રોલ ડીઝલના વાહનો વેચવા કાઢવાનો વારો આવ્યો છે.
પેટ્રોલ-ડીઝલના ભાવ રોજ નવી સપાટી વટાવી રહ્યા છે. ત્યારે સુરતમાં હવે ઈલેક્ટ્રીક બેટરી કારનો (Electric Vehicles) ક્રેઝ વધ્યો છે. 22 જૂનના રોજ રાજ્ય સરકાર દ્વારા ઇલેક્ટ્રિકલ વાહનો માટે ખાસ પોલીસી જાહેર કરવામાં આવી હતી. જેમાં બાઇક પર 20 હજાર, થ્રિ વ્હીલ વાહનો માટે 50 હજાર અને ફોર વ્હીલર પર 1.50 લાખ રૂપિયાની સબસીડીની જાહેરાત કરવામાં આવી હતી.
આ બાદ હવે લોકોમાં ઇલેક્ટ્રિક વાહનો ખરીદવા માટે ઉત્સાહ જોવા મળ્યો છે. આ જાહેરાત થયાની સાથે જ ઇ-કારનું વેચાણ ત્રણ ગણું વધી ગયું છે. આ ઉપરાંત ઈલેક્ટ્રીક કારમાં બે થી ત્રણ મહિનાનું વેઇટિંગ પણ ચાલી રહ્યું છે.