SURAT : હજીરા-દીવ વચ્ચે ક્રુઝ સર્વિસને અપાઇ લીલીઝંડી, લકઝુરિયસ દરિયાઇ મુસાફરીનો આનંદ માણી શકાશે

SURAT : લકઝુરિયસ ક્રુઝની નવી સેવાની શરૂઆત કરવામાં આવી છે. સુરતીલાલાઓને દરિયા કિનારે જ નહીં પરંતુ દરિયાની અંદર પણ બેગણો આનંદ મળશે.

| Updated on: Mar 31, 2021 | 8:13 PM

SURAT : લકઝુરિયસ ક્રુઝની નવી સેવાની શરૂઆત કરવામાં આવી છે. સુરતીલાલાઓને દરિયા કિનારે જ નહીં પરંતુ દરિયાની અંદર પણ બેગણો આનંદ મળશે. આવો મોકો મળી રહે તે માટે હજીરાથી દીવ વચ્ચે ક્રૂઝની શરૂઆત કરાઇ છે. 300 લોકોની કેપેસિટી ધરાવતા ક્રૂઝને હજીરાથી કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા દ્વારા લીલીઝંડી આપવામાં આવી છે.

ક્રુઝ સેવાની શરૂઆત સાથે કેન્દ્રીય પ્રધાન મનસુખ માંડવિયાને ક્રુઝની સ્પીડ વધારવાનું પણ સૂચન કર્યું. જેથી 14 કલાકને બદલે મુસાફરો ઓછા સમયમાં નિર્ધારિત સ્થળે પહોંચી શકે. જોકે મનસુખ માંડવિયાએ નિર્ધાર વ્યક્ત કર્યો કે આગામી દિવસોમાં તેઓ સુરતને ઓટો ટ્રાન્સપોર્ટેશનનું હબ બનાવવા માગે છે. અને મુંબઇમાં પણ રોરો ફેરી તથા રો-પેક્સ ફેરીની શરૂઆત કરાવશે. સાથે જ સૌરાષ્ટ્રની કોસ્ટલ લાઇન પર ઇન્ફ્રાસ્ટકચર બનાવીને સુરત તથા સૌરાષ્ટ્રને મુંબઇ સાથે જોડાશે.

ક્રુઝ સેવાની વિશેષતાની વાત કરીએ ક્રુઝમાં 300 મુસાફરોની ક્ષમતા સાથે 16 કેબીન છે. ક્રુઝ સપ્તાહમાં દીવની બે રાઉન્ડ ટ્રીપ લગાવશે. તો ક્રુઝ ગેમિંગ ઝોન, VIP લોન્જ, મનોરંજન ઓન ડેક જેવી આધૂનિક સુવિધાઓથી સજ્જ છે. આ સેવાથી દરિયાકાંઠાના શહેરો સાથે ઉદ્યોગોને મોટો ફાયદો થશે. તો સુરતીઓ સરળતાથી સૌરાષ્ટ્રનો પ્રવાસ કરી શકશે.

આ લકઝુરિયસ ક્રૂઝમાં આનંદ પ્રમોદ માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ક્રૂઝ સુરતથી સૌરાષ્ટ્ર પહોંચતા 13થી 14 કલાકનો સમય લેશે. જેમાં દરિયાઈ મુસાફરી સાથે પાર્ટીનો આનંદ માણી શકાય તેવી પણ વ્યવસ્થા કરવામાં આવી છે. જે સુરતીઓ માટે ટૂરીઝમનું નવું ડેસ્ટિનેશન બની રહેશે તેમ માંડવીયાએ જણાવ્યું હતું.

સુરત (હઝીરા)થી દીવ વચ્ચે ક્રૂઝ સેવાની વર્ચ્યુઅલ શરૂઆત કેન્દ્રીય પોર્ટ્સ,શિપિંગ અને વોટરવેઝમંત્રી મનસુખ માંડવિયાએ કરાવી છે. હજીરા-દીવની સર્વિસ સાથે ખાસ સુરતીઓ દરિયાઇ મુસાફરીનો આનંદ માણી શકે એ માટે હઝીરાથી હઝીરાની હાઇ સી ટ્રિપની પણ શરૂઆત કરાવવામાં આવી છે. સુરત (હઝીરા)-દીવ વચ્ચે શરુ થયેલી ક્રૂઝની કેપેસિટી 300 પેસેન્જરની છે. જે હજીરાથી દીવ પહોંચાડવામાં ક્રૂઝને 13થી 14 કલાકનો સમય લાગશે.

સિંગલ ટ્રિપના ભાડામાં ફૂડનો સમાવેશ

ક્રૂઝની 900 રૂપિયાની ટિકિટની સાથે ફૂડનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે VIP  લાઉન્જમાં અનલિમિટેડ FOOD અને શિપના તમામ ભાગમાં ફરવા માટેનું ભાડું 3000 રૂપિયા રાખવામાં આવ્યું છે, જે ટ્રિપના એન્ટ્રી ભાડા ઉપરાંત લેવામાં આવશે. હઝીરા-દીવ વચ્ચે શરુ થનારી ક્રૂઝમાં 16 કેબિનો છે, જે મુસાફર એકલા માટે અથવા બે વ્યક્તિ માટે બુક કરાવી શકે છે. આ ઉપરાંત ક્રૂઝમાં ગેમિંગ લાઉન્જ, વીઆઈપી લાઉન્જ અને એન્ટરટેઇનમેન્ટ ઓન ડેક પણ હશે.

QR કોડ અપાશે
ગેમિંગ લાઉન્જમાં ગેમ રમવા માટે કેબિન બુક કરાવનાર મુસાફરને સિંગલ વ્યક્તિ માટે 500 કોઈન અને બે મુસાફરો વચ્ચે 1000 કોઈન આપવામાં આવશે. જે રિફંડેબલ હશે નહિ. આ સાથે હઝીરા-દીવ વચ્ચે શરૂ થનારી ક્રૂઝમાં એન્ટ્રી માટે ક્યુઆર કોડનો ઉપયોગ કરાશે. વિઝિટર અને ગેસ્ટ એટલે કે પેસેન્જર માટે અલગ અલગ ક્યુઆર કોડ હશે. ફક્ત ગેસ્ટ જ ક્રૂઝમાં મુસાફરી કરી શકશે. વિઝિટરો ક્રૂઝ ઊપડતાંની સાથે જ ટર્મિનલ છોડવાનું રહેશે.

Follow Us:
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
g clip-path="url(#clip0_868_265)">