Kam Ni Vaat : ચૂંટણી કાર્ડમાં બદલવું છે નામ? ઘરે બેઠા થઈ જશે કામ

જો તમે ઓફલાઈન નામમાં ફેરફાર કરવા માંગતા હોય તો તમારા ચૂંટણી ક્ષેત્ર અધિકારીને તમારા નામના પ્રમાણપત્ર સાથે અરજી આપી દો. તે પછી વેરિફિકેશન બાદ તમામ વિગતો સાથે તમારુ નામ વોટર લિસ્ટમાં સુધારી દેવામાં આવશે

Dipali Barot
| Edited By: | Updated on: Nov 07, 2022 | 7:17 PM

ઘણીવાર એવું બનતું હોય છે કે વોટર આઈડી (Voter Card)માં કેટલીક ભૂલો થઈ ગઈ હોય છે, જેના કારણે તેને ઓળખ પત્ર (Identification card) તરીકે ઉપયોગ કરવા અને પોલીંગ બૂથ (Polling booth) જેવી જગ્યાઓ પર મુશ્કેલી થાય છે. આવી જ એક ભૂલ છે ચૂંટણી કાર્ડ (Election card) પર છપાયેલાં નામમાં થયેલી ભૂલ. પોતાના આઈડી કાર્ડ પર નામ બદલવા અથવા તેમાં સુધારો કરવાની ઓનલાઇન અને ઓફલાઇન એમ બે રીત છે. જો તમે ઓફલાઈન નામમાં ફેરફાર કરવા માંગતા હોય તો તમારા ચૂંટણી ક્ષેત્ર અધિકારીને તમારા નામના પ્રમાણપત્ર સાથે અરજી આપી દો. તે પછી વેરિફિકેશન બાદ તમામ વિગતો સાથે તમારુ નામ વોટર લિસ્ટમાં સુધારી દેવામાં આવશે અને નવુ વોટર આઈડી કાર્ડ તમારા ઘરના સરનામે આવી જશે. જો તમે ઓનલાઈન પોતાના વોટર આઈડી કાર્ડનું નામ બદલવા માંગતા હોય તો નામના પ્રમાણપત્ર સાથે આ સ્ટેપ્સને ફોલો કરો.

આ રીતે વોટર આઈડીમાં બદલો તમારુ નામ

  1. ચૂંટણી પંચની વેબસાઈટ www.nvsp.in પર જાઓ.
  2. હોમપેજ પર ‘Correction of entries in electoral roll’ એટલે કે મતદાતા યાદીમાં એન્ટ્રીમાં સુધાર ઓપ્શન પર ક્લિક કરો.
  3. હવે તમારી સામે ‘ફોર્મ 8‘ ખુલશે.
  4. જો તમે ફોર્મની ભાષા બદલવા માંગતા હોય તો જમણી બાજુ ભાષા બદલવાનો વિકલ્પ છે.
  5. આ ફોર્મમાં માંગેલી તમામ વિગતો ભરો.
  6. અહીં એક બોક્સ હશે, જેમાં તમારે ‘નામ’ બદલવાના કોલમ પર ટિક કરવાનું રહેશે.
  7. અહીં જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કર્યા બાદ ઈ-મેઈલ એડ્રેસ તથા મોબાઇલ નંબર નાંખો.
  8. ફોર્મ ભરવાનું સ્થાન અને કેપ્ચા કોડ નાંખીને ફોર્મ સબમિટ કરી દો.
  9. સબમિટ કર્યા બાદ તમારી સ્ક્રીન પર રેફરન્સ નંબર જોવા મળશે. તેને નોટ કરી લો.
  10. રેફરન્સ નંબરથી તમે તમારા નવા વોટર આઈડી કાર્ડનું એપ્લીકેશન સ્ટેટસ ચેક કરી શકો છો.
  11. તમારી એપ્લીકેશનને પ્રોસેસ થવા અને નવું આઈડી કાર્ડ તૈયાર થવામાં આશરે 30 દિવસ સુધીનો સમય લાગી શકે છે.
Follow Us:
g clip-path="url(#clip0_868_265)">