Kam Ni Vaat : ઘેર બેઠા લાયસન્સ સાથે આ રીતે લિંક કરી દો આધાર કાર્ડ, નહીંતર ક્ચેરીઓમાં ખાવા પડશે ધક્કા

|

Jun 13, 2022 | 1:41 PM

Kam Ni Vaat : ડ્રાઈવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરાવ્યા બાદ ખોટા અને એકથી વધુ લાયસન્સ રાખનારા લોકો પર પ્રતિબંધ લાગી જશે.

ડ્રાઈવિંગ લાયસન્સને (Driving license) આધાર સાથે લિંક કરવું ખુબ જ જરૂરી છે.. અને આ કરાવ્યા બાદ ખોટા અને એકથી વધુ લાયસન્સ રાખનારા લોકો પર પ્રતિબંધ લાગી જશે. આ ઉપરાંત તેનાથી ભ્રષ્ટાચાર  (Corruption) પણ સમાપ્ત થશે અને કામમાં પારદર્શીતા આવશે. આધાર કાર્ડ (Aadhar card) ખુબ જ જરૂરી ડોક્યુમેન્ટ છે અને તેથી જ બીજા દસ્તાવેજોને (Documents) તેની સાથે લિંક કરવુ જરૂરી કરી દેવામાં આવ્યું છે. પછી તે પાન કાર્ડ હોય કે ડ્રાઈવિંગ લાયસન્સ,,આધાર સાથે લિંક કર્યા બાદ તેની સાથે જોડાયેલા કામ સરળતાથી થઇ શકે છે. પરંતુ હવે સવાલ એ છે કે ઓફીસના ધક્કા ખાધા વગર ઘરે બેઠા ડ્રાઈવિંગ લાયસન્સને આધાર કાર્ડ સાથે લિંક કેવી રીતે કરવું.. તો આ સવાલનો જવાબ અમારી પાસે છે. આજે અમે તમને જણાવીશું કે ઘર બેઠા કેવી રીતે ડ્રાઈવિંગ લાયસન્સને આધાર સાથે લિંક કરી શકાય છે.

આ રીતે ડ્રાઈવિંગ લાયસન્સને આધાર કાર્ડ સાથે કરો લિંક

  1. લાયસન્સને આધાર કાર્ડ સાથે લિંક કરવા માટે સૌથી પહેલા સ્ટેટ પરિવહન વિભાગની (State Department of Transportation) વેબસાઈટ પર જાઓ.
  2. અહીં લિંક આધાર પર ક્લિક કરીને ડ્રોપ-ડાઉન મેનુમાંથી ડ્રાઈવિંગ લાયસન્સને પસંદ કરો.
  3. આટલુ કર્યા બાદ તમારો ડ્રાઈવિંગ લાયસન્સ નંબર નાખો અને Get Details પર ક્લિક કરો.
  4. અહીં પોતાનો 12 આંકડાનો આધાર નંબર અને મોબાઈલ નંબર નાખો.
  5. નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
    આજનું રાશિફળ તારીખ : 28-04-2024
    પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
    એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો
    તમારી પાસે કોઈ સરકારી અધિકારી કે કર્મચારી લાંચ માગે તો સૌથી પહેલા કરો આ કામ
    3 વર્ષમાં આપ્યું 35% થી વધુ રિટર્ન, જાણો આ Top 5 Equity Mutual Funds વિશે
  6. આ પ્રક્રિયાને પૂર્ણ કરવા માટે સબમિટ પર ક્લિક કરો.
  7. આટલુ કર્યા બાદ તમારા રજીસ્ટર્ડ મોબાઈલ નંબર પર એક OTP આવશે.
  8. હવે OTP સબમિટ કર્યા બાદ ડ્રાઈવિંગ લાયસન્સને આધાર સાથે લિન્ક કરવાની પ્રક્રિયા પૂર્ણ કરો.

 

Published On - 1:35 pm, Mon, 13 June 22

Next Article