સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

સુરતમાં SMCએ 6 લાખથી વધુનો ગાંજો કર્યો જપ્ત- જુઓ Video

| Edited By: | Updated on: Apr 20, 2025 | 4:23 PM

ગુજરાતની 'ડાયમંડ સિટી'માંથી એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. સુરતના પલસાણા વિસ્તારના ઘલુડા ગામ નજીક આ બનાવ બન્યો છે.

ગુજરાતની ‘ડાયમંડ સિટી’માંથી એક ચોંકાવનારી ઘટના બહાર આવી છે. સુરતના પલસાણા વિસ્તારના ઘલુડા ગામ નજીક આ બનાવ બન્યો છે. વાત એમ છે કે, ઘલુડા ગામ નજીકથી ગાંજો ઝડપાયાનો ખુલાસો બહાર આવ્યો છે. ટ્રકમાંથી 67 કિલોથી વધુનો ગાંજો પકડી પાડવામાં આવ્યો છે. આમ જોવા જઈએ તો, 6,50,000 રૂપિયાનો ગાંજો સ્ટેટ મોનિટરિંગ સેલના હાથે લાગ્યો છે.

આ સમગ્ર મામલાનો ખુલાસો સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલે ટ્રકમાં લઇ જવાતો ગાંજો ઝડપી પાડ્યો છે. તમને જાણીને નવાઈ લાગશે કે, લોખંડના પાઇપની આડમાં ગાંજાની હેરફેર કરવામાં આવતી હતી.

સૂત્રો મુજબથી જાણવા મળ્યું છે કે, અમરેલીના રાહિલ ગંડારીયા નામના શખ્સે ગાંજો મંગાવ્યો હતો અને કોલકાતાથી વિશાલ નામના ઇસમે ગાંજાનો જથ્થો ભરાવ્યો હતો. જો કે, પોલીસે ટ્રક ચાલક, ક્લિનર અને ટ્રક માલિકની અટકાયત કરી હતી. ટ્રક ચાલક અને ક્લિનર કોલકાતા માલ ખાલી કરવા માટે ગયા હતા. તેઓ પરત ફર્યા ત્યારે લોખંડના પાઇપની આડમાં ગાંજો ભરીને લાવી રહ્યા હતા.

 ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Apr 20, 2025 04:06 PM