રોટલીને તવા પર શેકીને ખાવી જોઈએ કે ગેસના બર્નર પર સીધી શેકી ને? આ રહી સાચી રીત- જુઓ વીડિયો

|

Feb 13, 2024 | 9:52 PM

રોટલી શેકવાના અનેક તરીકાઓ છે. કેટલાક લોકો રોટલીને માત્ર તવા પર શેકે છે જ્યારે કેટલાક ગેસની આંચ પર શેકે છે. જો કે ગેસની આંચ પર રોટલી શેકવી જોઈએ કે નહીં તે વિશે જાણો

રોટલીને તવા પર શેકીને ખાવી જોઈએ કે ગેસના બર્નર પર સીધી શેકી ને? આ રહી સાચી રીત- જુઓ વીડિયો

Follow us on

આપણે ત્યાં રોટલી બે પ્રકારે શેકવામાં આવે છે, કેટલાક લોકો રોટલીને તવા પર શેકે છે અને ત્યારબાદ તેને સીધી ગેસ પર શેકે છે. જ્યારે કેટલાક લોકો હોય છે જે રોટલીને માત્ર તવા પર જ કપડાથી દબાવીને શેકે છે. તો હવે સવાલ એ છે કે રોટલીને ગેસની આંચ પર શેકીને ખાવી જોઈએ કે તવા પર શેકીને?

આપને જણાવી દઈએ કે ગેસની આંચનું ટેમ્પરેચર તવાના ટેમ્પરેચર કરતા ક્યાંય વધુ હોય છે. આથી જ્યારે આપ રોટલીને તવા પર શેકવાના બદલે સીધા ગેસની આંચ પર શેકો છો તો રોટલી ગેસની આંચના સીધા સંપર્કમાં આવે છે. આથી ઘણી હાઈટેમ્પરેચર પર શેકાય છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

તાજેતરમાં જ એન્વાયર્નમેન્ટલ સાયન્સ એન્ડ ટેકનોલોજી જર્નલ અને ન્યુટ્રીશન એન્ડ કેન્સર જર્નલમાં પબ્લિશ થયેલી રિપોર્ટ અનુસાર ગેસની આંચમાં કાર્બન મોનો ઓક્સાઈડ અને નાઈટ્રોજન ડાય ઓક્સાઈડ જેવા હાર્મફુલ ગેસ હોય છે. જેનાથી ફેફસાને લગતા રોગ અને હાર્ટ ડિસીઝ થઈ શકે છે. જ્યારે રોટલીને હાઈ ટેમ્પરેચર પર શેકવામાં આવે છે તો તેની અંદર કેટલાક એવા કમ્પાઉન્ડ્સ ડેવલપ થાય છે જે જેનાથી કેન્સર પણ થઈ શકે છે.આથી રોટલીને તવા પર શેકીને ખાઓ ના કે ગેસની આંચ પર..

આ પણ વાંચો: “દહીં જમા લો… દહીં જમા લો…” બહુ પ્રચલિત આ સોંગની રિયલ સ્ટોરી જાણશો તો ચોંક્યા વિના રહી નહીં શકો- જુઓ આ વીડિયો

Published On - 9:51 pm, Tue, 13 February 24

Next Article