Rajkot: ખોડિયાર આશ્રમના મહંતના આપઘાત કેસ મામલે ખુલાસો, સુસાઈડ નોટના આધારે 3 લોકો સામે ગુનો નોંધાયો

Rajkot: રાજકોટમાં કાગદડી ખોડિયાર આશ્રમ (Khodiyar Ashram)ના મહંતના મોત અંગે રહસ્યના વાદળો ઘેરાયા છે. રાજકોટ (Rajkot)ના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસનું 1 જૂનના રોજ મૃત્યુ થયું હતું.

  • Publish Date - 4:17 pm, Wed, 9 June 21 Edited By: Kunjan Shukal

Rajkot: રાજકોટમાં કાગદડી ખોડિયાર આશ્રમ (Khodiyar Ashram)ના મહંતના મોત અંગે રહસ્યના વાદળો ઘેરાયા છે. રાજકોટ (Rajkot)ના કાગદડી ગામના પાટિયા પાસે આવેલા ખોડિયાર આશ્રમના મહંત સાધુ જયરામદાસનું 1 જૂનના રોજ મૃત્યુ થયું હતું.

 

હૃદયરોગના હુમલા (Heart attacks)થી મૃત્યુ થયાનું જાહેર કરી તેમના ભત્રીજા અને અન્ય પાંચેક લોકોએ હિન્દુ પરંપરા મુજબ મહંતની અંતિમવિધિ કરી નાખી હતી, પરંતુ આ બનાવમાં મહંતની સુસાઈડ નોટ  (Sucide note) મળી આવી છે.

 

આથી આશ્રમના ટ્રસ્ટી રામજીભાઈ લીંબાસિયાએ કુવાડવા પોલીસ (Kuvadva police)માં મહંતના ભત્રીજા, જમાઈ સહિત 3 વિરુદ્ધ મહંતને મરવા મજબૂર કર્યા અંગેની ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં મહંતે ઝેરી ટીકડા પી આપઘાત કર્યાનું જણાવ્યું છે. ભત્રીજા અને જમાઈએ હાર્ટ-અટેકમાં ખપાવી મહંતની અંતમિવિધિ કરી નાખી હતી. બંનેએ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારી બ્લેકમેઈલિંગ કરી અવારનવાર પૈસા પડાવતા હતા.

 

રામજીભાઈએ પોલીસમાં નોંધાવેલી ફરિયાદમાં આરોપી તરીકે કોડીનારના પેઢાવાડા ગામના અલ્પેશ પ્રતાપભાઈ સોલંકી, સુત્રાપાડાના પ્રશ્નાવાડા ગામના હિતેશ લખમણભાઈ જાદવ અને રાજકોટના વિક્રમભાઈ દેવજીભાઈ સોહલાના નામ આપ્યા છે, જેમાં હિતેશ ભત્રીજો અને અલ્પેશ મહંતનો જમાઈ થાય છે. આ બંને મહંતને અવારનવાર માનસિક ત્રાસ આપતા હતા, તેમજ મહંતનો સ્ત્રી સાથેનો વીડિયો ઉતારવામાં આવ્યો હતો.

 

આ વીડિયો ક્લિપ (Video clip)નો લાભ લઈ બંને મહંત પાસેથી અવારનવાર પૈસા પડાવતા હતા તેમજ રાજકોટના વિક્રમે મહંત પર અવારનવાર ત્રાસ ગુજારતો હતો અને મહંતને માર મારતો હતો. આખરે મહંતે માનસિક અને શારીરિક ત્રાસને કારણે કંટાળી ત્રણેય વિરુદ્ધ સુસાઈડ નોટ (Sucide Note)લખી આશ્રમના ઉપરના રૂમમાં ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. પોલીસે આ ત્રણેય આરોપી વિરુદ્ધ આઈપીસી કલમ (IPC Act)306 અને 114 મુજબ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

 

આ પણ વાંચો: ટ્રાફિકની સમસ્યા નિવારવા AUDA દ્વારા એસપી રીંગ રોડ પર 18 ફ્લાયઓવર બનાવાશે