ટ્રાફિકની સમસ્યા નિવારવા AUDA દ્વારા એસપી રીંગ રોડ પર 18 ફ્લાયઓવર બનાવાશે

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા S.P રિંગરોડ  (  S P RING ROAD )  પર કુલ 18 ફ્લાયઓવર ( flyovers ) બનાવવામાં આવશે. જેમાંથી 8 ફ્લાયઓવર માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સતત ટ્રાફિકથી ભરચક રહેતા અમદાવાદના S.P રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ હળવું કરવાની કામગીરી શરૂ […]

ટ્રાફિકની સમસ્યા નિવારવા AUDA દ્વારા એસપી રીંગ રોડ પર 18 ફ્લાયઓવર બનાવાશે
AUDA દ્વારા એસપી રીંગ રોડ પર 18 ફ્લાયઓવર બનાવાશે
Follow Us:
Pratik jadav
| Edited By: | Updated on: Jun 09, 2021 | 4:00 PM

અમદાવાદ શહેરમાં ટ્રાફિકની સમસ્યાને હળવી કરવા માટે અમદાવાદ શહેરી વિકાસ સત્તા મંડળ દ્વારા S.P રિંગરોડ  (  S P RING ROAD )  પર કુલ 18 ફ્લાયઓવર ( flyovers ) બનાવવામાં આવશે. જેમાંથી 8 ફ્લાયઓવર માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે.

સતત ટ્રાફિકથી ભરચક રહેતા અમદાવાદના S.P રિંગ રોડ પર ટ્રાફિકનું ભારણ હળવું કરવાની કામગીરી શરૂ કરી છે જેના ભાગરૂપે S.P રિંગરોડ પર 7 ફ્લાય ઓવર અને વસ્ત્રાલ જંકશન પર એક પેડેસ્ટ્રિયન બ્રિજ ( Pedestrian Bridge ) બનવવામાં આવશે..આ 8 ફ્લાયઓવર બ્રિજની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે જેની વાત કરવામાં આવે તો..

1 – 92 કરોડના ખર્ચે સનાથલ જંકશન રેલવે કમ ફ્લાય ઓવરબ્રિજ 2 – 54 કરોડના ખર્ચે રણાસણ જંકશન રેલવે ઓવરબ્રિજ 3 – 60 કરોડના ખર્ચે દહેગામ જંકશન ફ્લાય ઓવરબ્રિજ 4 – 94 કરોડના ખર્ચે શાંતીપુરા જંકશન ફ્લાય ઓવરબ્રિજ 5 – 61 કરોડના ખર્ચે ઝુંડાલ જંકશન ફ્લાય ઓવરબ્રિજ 6 – 79 કરોડના ખર્ચે મેમદપુરા જંકશન થ્રિ લેયર ઓવરબ્રિજ 7 – 74 કરોડના ખર્ચે સાયન્સ સીટી (ભાડજ) જંકશન થ્રિ લેયર ઓવરબ્રિજ 8 – 17 કરોડના ખર્ચે વસ્ત્રાલ જંકશન પેડેસ્ટ્રીયન બ્રિજ

આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?

શુ છે થ્રિ લેયર ઓવરબ્રિજ

મુખ્ય જંકશન પર એક અન્ડરપાસ બનાવવામાં આવશે..અને તેની ઉપર એક ઓવરબ્રિજ બનાવવામાં આવશે, અન્ડરપાસ ની બાજુમાં ડાબી બાજુ તેમજ જમણી બાજુ વળવા માટે અલગથી લેન બનાવવામાં આવશે જેથી ઓવરબ્રિજના નીચે ટ્રાફિક સિગ્નલની જરૂર નહીં પડે,

આ ફ્લાયઓવર બ્રિજ ઉપરાંત અન્ય શહેરના અન્ય જંક્શનો પણ નક્કી કરવામાં આવ્યા છે જ્યાં ટ્રાફિકની સમસ્યા રહેતી હોય તેવા જંકશન પર 660 કરોડના ખર્ચે 10 ઓવરબ્રિજ બનાવવામાં આવશે..

અમદાવાદની ફરતે આવેલા સરદાર પટેલ રીંગ રોડ (  S P RING ROAD ) ઉપર ઔડા દ્વારા જે જંકશન ઉપર સૌથી વધુ હેવી ટ્રાફિક જોવા મળે છે તેવા જંકશન ઉપર નવા ઓવરબ્રિજ બનાવવામાં આવશે.

બાકરોલ જંકશન હાથીજણ જંકશન રામોલ જંકશન વસ્ત્રાલ પાંજરાપોળ જંકશન નિકોલ જંકશન દાસ્તાન જંકશન તપોવન જંકશન ઓગણજ જંકશન શિલજ જંકશન સિંધુભવન જંકશન

આ ઓવરબ્રિજ બનતાની સાથે જ ટ્રાફિકની સમસ્યાઓનું પણ નિવારણ આવી જશે.ઉપરાંત બે થ્રિ લેયર ઓવરબ્રિજ બનતા ટ્રાફિક પોલીસનું ભારણ પણ ઓછું થઈ જશે..કારણકે થ્રિ લેયરબ્રિજ બનતા આ બ્રિજ પર ટ્રાફિક પોલીસનો પોઇન્ટ ગોઠવવાની જરૂર નહીં પડે..

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">