Rajkot : કોરોનાની ભયાવહ સ્થિતિ, સ્મશાનગૃહ અને હોસ્પિટલની બહાર એમ્બ્યુલન્સની કતારો લાગી

Rajkot : જિલ્લા અને શહેરમાં કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર છે તેને પુરવાર કરતા દ્રશ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર જોવા મળે છે. સુરત, અમદાવાદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે.

| Updated on: Apr 09, 2021 | 2:59 PM

Rajkot : જિલ્લા અને શહેરમાં કોરોનાની સ્થિતિ કેટલી ગંભીર છે તેને પુરવાર કરતા દ્રશ્યો રાજકોટ સિવિલ હોસ્પિટલ બહાર જોવા મળે છે. સુરત, અમદાવાદ બાદ રાજકોટ સિવિલ હોસ્પિટલનો વીડિયો વાયરલ થયો છે. જેમાં હોસ્પિટલ બહાર 10થી 12 એમ્બ્યુલન્સ લાઈન લગાવીને ઉભી છે તેવું દ્રશ્યમાન થાય છે. આ તમામ એમ્બ્યુલન્સમાં કોરોનાના દર્દીઓ છે. જેઓ હોસ્પિટલમાં સારવાર મળે તેની રાહ જોઈને એમ્બ્યુલન્સમાં સૂતા છે.

રાજકોટમાં કોરોનાનું તાંડવ શરૂ થઈ ગયું છે. કોરોના સંક્રમણને કારણે મૃત્યુઆંક સતત​​​​​​​ વધી રહ્યો છે. કોરોના સંક્રમણ એટલી હદે વધી ગયું છે કે તમામ હોસ્પિટલો અને સ્મશાનગૃહ હાઉસફુલ થઈ ગયાં છે. ત્યારે આજે રાજકોટના સ્મશાનગૃહમાં અંતિમ સફરમાં પણ લાંબી કતાર લાગી છે, જ્યાં એક એમ્બ્યુલન્સમાં બે-બે મૃતદેહ આવે છે. ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં વેઇટિંગ વધતાં તંત્ર દ્વારા લાકડાંમાં અગ્નિસંસ્કાર કરવા માટે પરવાનગી આપવામાં આવી હતી, પણ આજે ત્યાં પણ વેઇટિંગ છે.

અત્યારસુધી કોરોનાના મૃતદેહોની અંતિમવિધિ માત્ર ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં થતી, પણ તંત્ર પહોંચી ન વળતાં નાછૂટકે લાકડાં પર અંતિમસંસ્કાર શરૂ કર્યા છે. સ્મશાને ચાર ચિતા એક જ સાથે સળગી રહી હતી, એકને ઈલેક્ટ્રિક ભઠ્ઠીમાં મુખાગ્નિ અપાયો હતો, બે મૃતદેહ હજુ આવી રહ્યા છે એવી વાતો થઈ રહી હતી. સ્વજનો નિરાશા સાથે બેસીને રાહ જોઈ રહ્યાં હતાં. આવા જ સમયે સ્મશાનની ઓફિસનો ફોન રણક્યો અને કર્મચારીને વિનંતી કરી કે અહીં 4 મૃતદેહ છે, આવી સ્થિતિમાં કોઇપણ વ્યક્તિનું હૃદય પીગળી જાય, પણ સ્વયંસેવકોએ એકપણ ચિતાની જગ્યા નથી એવું ભારે હૈયે કહેવું પડ્યું.

Follow Us:
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
આ રાશિના જાતકોને થશે ધનલાભ, જાણો તમારુ રાશિફળ
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
g clip-path="url(#clip0_868_265)">