Rajkot Corona Breaking: રાજકોટવાસીઓ માટે સારા સમાચાર, મૃત્યુઆંકમાં મોટો ઘટાડો નોંધાતા આરોગ્ય વિભાગનાં શ્વાસને ઓક્સિજન મળ્યો
Rajkot Corona Breaking: રાજકોટમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો થયો છે અને મૃત્યુઆંકમાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો છે.શહેરના ચાર સ્મશાન ગૃહો કોરોના મૃતદેહો માટે અનામત રાખવામાં આવ્યા છે.
Rajkot Corona Breaking: રાજકોટમાં કોરોના કેસમાં આંશિક ઘટાડો થયો છે અને મૃત્યુઆંકમાં પણ આંશિક ઘટાડો જોવા મળ્યો છે.શહેરના ચાર સ્મશાન ગૃહો કોરોના મૃતદેહો માટે અનામત રાખવામાં આવ્યા છે.જો કે મૃત્યુઆંકમાં ઘટાડો થતા વાગુદડ ગામ ખાતે નવું બનાવેલ સ્મશાન બે દિવસથી બંધ કરી દેવામાં આવ્યું છે.
આરોગ્ય વિભાગના અધિકારીઓ માની રહ્યા છે કે જે રીતે પોઝિટિવ કેસોની સંખ્યા ઘટી છે તે રીતે મૃત્યુઆંક પણ ઓછો થતો રહેશે.મૃત્યુઆંકમાં થતા ઘટાડાને કારણે વહીવટી વિભાગે રાહતનો શ્વાસ લીધો છે.
સ્મશાનના આંકડા રાજકોટમાં કોરોનાના કેસમાં આંશિક ઘટાડો આવ્યો છે.શહેરની સિવીલ હોસ્પિટલમાં ઓપીડીમાં 50 ટકાનો ઘટાડો થયો છે એટલું જ નહિ હોસ્પિટલની બહાર લાઇનો ઓછી થઇ છે.આ સાથે ગત સપ્તાહ કરતા આ સપ્તાહમાં રાજકોટની સ્થિતિ થોડા સુધરતી જોવા મળી રહી છે.રાજકોટના સ્મશાન ગૃહોની પરિસ્થિતિ જોઇએ તો..
સ્મશાન ચાલુ રામનાથપરા 244 171 80 ફુટ રોડ બાપુનગર. 357. 302 મવડી સ્મશાન 130. 57 મોટા મૌવા 170 109
જે આંકડાઓ દર્શાવે છે કે રાજકોટમાં કોરોનાના મૃત્યુઆંકમાં પણ ઘટાડો થયો છે જો કે સરકારી ચોપડે સરેરાશ 60 થી 70 દર્દીઓના આ સપ્તાહમાં મોત થયા હોવાના આંકડાઓ જાહેર થયા છે..શહેરના રામનાથ પરા સ્મશાનના સંચાલક ગુણુભાઇ ડેલાવાળા માની રહ્યા છે કે જે મૃતદેહો સરેરાશ 50 થી 60 આવતા હતા તેમાં ઘટાડો થયો છે અને હાલમાં 40 થી 50 જેટલા મૃતદેહો આવી રહ્યા છે એટલે કે આંશિક ઘટાડો નોંઘાયો છે.
તો આ તરફ બાપુનગર સ્મશાન ગૃહમાં નજર કરીએ તો કોરોનાનો કહેર હજુ પણ યથાવત હોય તેવો માહોલ જોવા મળ્યો કારણ કે સ્મશાનમાં એક સાથે પાંચ પાંચ ચીતાઓ અને કુલ મળીને સાત જેટલી સળગતી હતી જે દ્રશ્યો હ્દયને કંપાવી દે તેવા છે.અહીંના સંચાલકનું માનીએ તો અહીં સિવીલ હોસ્પિટલમાંથી મૃતદેહો અંતિમ સંસ્કાર માટે આવી રહ્યા છે જેમાં કોઇ ખાસ ઘટાડો જોવા મળ્યો નથી..
સ્થિતિ થાળે પડતા હજુ એક સપ્તાહ લાગશે આ તરફ આરોગ્ય વિભાગ માની રહ્યું છે કે કોરોના કેસની જેમ મૃત્યુઆંક પણ ઘીમે ધીમે ઘટતો જશે..જે રીતે કોરોના કેસમાં ઘટાડો થયો છે તે રીતે કોરોનાના દર્દીઓની સંખ્યા ઘટતા હજુ પણ આઠ થી દસ દિવસનો સમય લાગી શકે છે.ટીવીનાઇન સાથેની વાતચીતમાં ડો.પંકજ રાઠોડે કહ્યુ હતુ કે કોરોનાના કેસમાં ઘટાડો આવ્યો છે જે આગામી દિવસોમાં ગંભીર દર્દીઓમાં પણ ઘટાડો આવશે જેથી મૃત્યુઆંક ઘટી શકે છે.