Viral: 91 વર્ષના દાદીએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, પોતાના જન્મદિવસે ડાન્સ કરતા આ દાદીને જોઈને તમે પણ ચોંકી જશો !

|

Oct 22, 2021 | 8:42 AM

આજકાલ એક જન્મ દિવસનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.પોતાના જન્મદિવસે જે રીતે આ દાદી ડાન્સ કરી રહ્યા છે,તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

Viral: 91 વર્ષના દાદીએ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી, પોતાના જન્મદિવસે ડાન્સ કરતા આ દાદીને જોઈને તમે પણ ચોંકી જશો !
Woman celebrate her 91st birthday

Follow us on

Viral Video :  સોશિયલ મીડિયા પર અવાર નવાર કેટલાક વીડિયો વાયરલ થતા જોવા મળે છે.જેમાં કેટલાક વીડિયો એવા હોય છે,જે જોઈને ખુબ હસવુ આવે છે,જ્યારે કેટલાક વીડિયો (Video) જોઈને આશ્વર્ય પણ થતુ હોય છે.તાજેતરમાં આવો જ એક વીડિયો ઈન્ટરનેટ પર ચર્ચામાં આવ્યો છે.પોતાના 91મા જન્મદિવસે આ દાદી જે રીતે ડાન્સ કરી રહ્યા છે.તે જોઈને તમને પણ આશ્વર્ય થશે.

દાદીએ જબરદસ્ત ડાન્સ કરીને ઉજવ્યો જન્મદિવસ

રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?
મોડા લગ્નન કરવાના છે 8 ગેરફાયદા જેનું દરેક લોકોએ રાખવું ધ્યાન
ભાત કે રોટલી: બપોરે શું ખાવુ રહે છે ફાયદાકારક?
અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય

ઈન્ટરનેટ પર છવાયેલા આ વીડિયોમાં જોવા મળે છે કે, જન્મદિવસની ઉજવણી (Birthday Celebration) ચાલી રહી છે.આ ઉજવણીમાં સૌ કોઈનું આકર્ષણનું કેન્દ્ર દાદી છે. આટલી ઉંમરે પણ દાદી જબરદસ્ત ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.જ્યારે પરિવારના અન્ય સભ્યો દાદીને પ્રોત્સાહન આપતા જોવા મળે છે.તેમજ કેટલાક સભ્યો દાદીની આ ખુબસુરત મોમેન્ટને કેમેરામા કેદ કરતા જોવા મળે છે.દાદીની આ સ્પિરીટ લોકોને ખુબ પસંદ આવી રહી છે. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.

જુઓ વીડિયો

દાદીનો ડાન્સ વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ

તમને જણાવી દઈએ કે,આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર  @GoodNewsCorres1 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે.સાથે કેપ્શનમાં લખ્યુ છે કે,મારા દાદીનો 91મો જન્મ દિવસ…આ ઉંમરમાં પણ તે ડાન્સ કરી રહ્યા છે….ખુબ જ પ્રેમ દાદી ! આ ડાન્સ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ખુબ વાયરલ થઈ રહ્યો છે.યુઝર્સ (Users) આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.જેમાં એક યુઝર્સ લખ્યુ કે, 91 વર્ષની ઉંમરમાં પણ ગજબ સ્પિરીટ..જ્યારે અન્ય યુઝર્સ પણ આ દાદીની પ્રશંશા કરતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો: Video : રાજકોટની દિકરીઓએ જીત્યુ લોકોનુ દિલ, આંખે પાટા બાંધીને આ છોકરીઓએ કરી અદ્દભૂત તલવારબાજી !

આ પણ વાંચો: આ કપલે તો ભારે કરી ! લગ્નમાં ડાન્સ કરતી વખતે આ દુલ્હા-દુલ્હન પડી ગયા, Video જોઇને તમે પણ હસીને લોટપોટ થઈ જશો

Published On - 7:44 pm, Thu, 21 October 21

Next Article