ભારતીય લગ્નમાં (Indian Wedding) થતા તમામ ફંક્શન્સ ખૂબ જ આનંદથી ભરેલા હોય છે. આની પાછળનું સૌથી મોટું કારણ એ છે કે લગ્નોમાં આખો પરિવાર સાથે મળીને આનંદ કરે છે અને જો લગ્ન પ્રસંગમાં મિત્રોની મજાક મસ્તી અને હાસ્ય ન દેખાય તો વાતાવરણ થોડું ઝાંખું લાગે છે. તાજેતરમાં આવો જ એક વીડિયો (Viral Vide) સામે આવ્યો છે.
વીડિયોમાં વરરાજા આરામથી હલદી લગાવડાવી રહ્યો હોય છે, પણ પછી તેના મિત્રો અચાનક ટપકી પડે છે અને કઇંક એવું કરે છે જે જોયા પછી એક ક્ષણ માટે તમે પણ તમારા હાસ્યને નિયંત્રિત કરી શકશો નહીં. લોકોએ સોશિયલ મીડિયા પર આ ફની વીડિયો ઘણી વખત જોયો છે.
View this post on Instagram
વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજાને તેના સંબંધીઓ હલદી લગાવી રહ્યા છે, પરંતુ અચાનક તેના મિત્રો આવે છે અને હળદર લગાવવાના બહાને તેનો કુર્તો ફાડી નાખે છે. આ પછી તેના મિત્રો તેને હલદીની જગ્યાએ મેયોનીઝ લગાવવાનું શરૂ કરી દે છે. આ સાથે જ તેના અન્ય મિત્રો તેના પર સોસ અને ફૂલ નાખવાનું શરૂ કરી દે છે.
આ ફની વીડિયોને સોશિયલ મીડિયા પર લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. આ વીડિયો પર ટિપ્પણી કરતા એક યુઝરે લખ્યું, ‘લગ્નના દિવસે કોણ તેના મિત્ર સાથે આવું કરે છે, ભાઈ.’ તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું, ‘કંઈપણ કરો, આ મિત્રો ક્યારેય સુધરશે નહીં.’ આ સિવાય અન્ય ઘણા યુઝર્સે આ વીડિયો પર રમૂજી ટિપ્પણીઓ કરી હતી.