Video : મમ્મી બચાવો….. પેરાગ્લાઈડિંગ દરમિયાન દીદીની હવા થઈ ટાઈટ, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ ” કોઈ રોક લો”

|

Dec 09, 2021 | 2:18 PM

ઉત્તર પ્રદેશના બાંદાના રહેવાસી વિપિન કુમાર સાહુનો 'લેન્ડ કરા દે' વીડિયો બધાને યાદ હશે. જે બાદ હવે મહિલાનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media0 પર વાયરલ થયો છે.

Video : મમ્મી બચાવો..... પેરાગ્લાઈડિંગ દરમિયાન દીદીની હવા થઈ ટાઈટ, વીડિયો વાયરલ થતા યુઝર્સ કહ્યુ  કોઈ રોક લો
Funny video goes viral

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર અવારનવાર કોઈને કોઈ વીડિયો વાયરલ(Viral) થતા જોવા મળે છે.જેમાં કેટલાક ખતરનાક વીડિયો જોઈને યુઝર્સ ડરી જાય છે.ત્યારે કેટલીક વાર રમુજી વીડિયો જોઈને યુઝર્સ હસવાનુ રોકી શકતા નથી.તાજેતરમાં આવો જ એક ફની વીડિયો ઈન્ટરનેટ(Internet)  પર ધમાલ મચાવી રહ્યો છે.જેમાં પેરાગ્લાઈડિંગ (Paragliding)દરમિયાન આ મહિલા એવી ડરે છે,તે જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો.

ઉંચાઈ પર દીદીની હવા થઈ ટાઈટ !

ઉત્તર પ્રદેશના બાંદાના રહેવાસી વિપિન કુમાર સાહુનો ‘લેન્ડ કરા દે’ વીડિયો બધાને યાદ હશે. જે બાદ હવે મહિલાનો આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા (Social Media0 પર વાયરલ થયો છે. આ વીડિયોમાં એક મહિલા ખૂબ ચીસો પાડતી જોવા મળી રહી છે અને વારંવાર તેના ઉતરવાની વિનંતી કરી રહી છે. આ વીડિયો દરેકને ખૂબ જ પસંદ આવી રહ્યો છે અને લોકો મહિલાને ચીસો પાડતા જોઈને ખુબ હસી રહ્યા છે.

Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ
ગંભીરે નકારી કાઢ્યો અબજોનો બિઝનેસ, ક્રિકેટથી બન્યો 200 કરોડનો માલિક
ગૌતમ ગંભીરનો નિર્ણય શાહરૂખ ખાનને રડાવી દેશે, BCCI તરફથી મળી શકે છે ખાસ ઓફર

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મહિલા પેરાગ્લાઈડિંગ કરતી જોવા મળે છે. જે દરમિયાન તે ઉંચાઈથી એટલી ડરી જાય છે કે તે ચીસો પાડવા લાગે છે અને કહે છે કે પ્લીઝ મને ઉતારી દો.. સમગ્ર પેરાગ્લાઈડિંગ દરમિયાન મહિલા ચીસો પાડતી અને રડતી જોવા મળી રહી છે.આ વાયરલ વીડિયોમાં મહિલાને કહેતી સાંભળી શકાય છે …મમ્મી બચાવો….. આ પછી ગાઈડ મહિલાને લાંબો શ્વાસ લેવા કહે છે, પરંતુ ડરના કારણે તે રડતી જોવા મળી રહી છે.

એક હજાર રૂપિયા લો પણ….

વીડિયોમાં મહિલા રડતા રડતા બોલી રહી છે, ‘મારા હાથ-પગ ધ્રૂજી રહ્યા છે’ જો તમે ઇચ્છો તો એક હજાર રૂપિયા લો…. પણ આ રાઇડ ઝડપથી પૂરી કરો.આ વીડિયો પર ઘણી પ્રતિક્રિયાઓ(Funny Comments)  આપતા જોવા મળી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને લખ્યું, ઊંચાઈથી આટલો ડર લાગે છે તો શા માટે પેરાગ્લાઈડિંગ કરો છો ? અન્ય એક યુઝરે લખ્યું, દીદીએ તો ભારે કરી. આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધૂમ મચાવી રહ્યો છે.

 

 

આ પણ વાંચો : મહાસાગરમાં ‘રહસ્યમય’ રોશની બની આકર્ષણનુ કેન્દ્ર ! અદ્ભુત નજારો કેમેરામાં થયો કેદ, જુઓ VIDEO

આ પણ વાંચો : બિપિન રાવતના નામની આગળ PVSM, UYSM, AVSM, YSM, SM, VSM, ADC કેમ લખવામાં આવે છે, તેનો અર્થ શું છે?

Next Article