Viral : ‘મરવુ હોય તો મારી પાસે આવો……’ગુટખા વેચનારનો અનોખો અંદાજ સોશિયલ મીડિયા પર થયો વાયરલ

|

Dec 02, 2021 | 4:06 PM

આજકાલ સોશિયલ મીડિયા પર એક યુવક ખુબ ચર્ચામાં છે. જેમાં યુવક જે રીતે ગુટખા વેચી રહ્યો છે,તે જોઈને તમને પણ નવાઈ લાગશે.

Viral : મરવુ હોય તો મારી પાસે આવો......ગુટખા વેચનારનો અનોખો અંદાજ સોશિયલ મીડિયા પર થયો વાયરલ
Funny video goes viral

Follow us on

Funny Video : સોશિયલ મીડિયા પર દરરોજ કોઈને કોઈ વીડિયો વાયરલ(Viral)  થતો જોવા મળે છે,જેમાં કેટલાક વીડિયો એવા હોય છે જે જોઈને યુઝર્સ હસીને લોટ પોટ થઈ જાય છે.જ્યારે કેટલાક વીડિયો જોઈને યુઝર્સ (Users) પણ આશ્વર્ય ચકિત થઈ જાય છે.આજકાલ આવો જ એક વીડિયો ઈન્ટરનેટ(Internet)  પર ચર્ચામાં આવ્યો છે.જેમાં એક યુવક જે રીતે ટ્રેનમાં ગુટખા વેચી રહ્યો છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

ગુટખા વેચવાની અનોખી સ્ટાઈલ !

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સામાન્ય રીતે લોકો પોતાનો સામાન વેચવા માટે અલગ- અલગ તરકીબ અજમાવતા હોય છે.ત્યારે તાજેતરમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.વીડિયોમાં જોઈ શકાય છે કે, ટ્રેનમાં એક યુવાન ગુટખા વેચી રહ્યો છે.તેના વેચવાનો અનોખો અંદાજ યુઝર્સને ખુબ પસંદ આવી રહ્યો છે.

આ યુવક લોકોને કહી રહ્યો છે કે,જો તમારે મરવુ હોય તો મારી પાસે આવો……જો તમે મરવા માગતા હોય તો આ ગુટખા ખરીદી લો. આ ગુટખા ખાઈને માત્ર એક મહિનામાં જ તમને કેન્સર થઈ જશે. આ વીડિયો જોઈને યુઝર્સ ચોંકી ગયા છે.

જુઓ વીડિયો

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

તમને જણાવી દઈએ કે, આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પરથી IPS  Rupin Sharma એ શેર કર્યો છે.સાથે તેણે કેપ્શનમાં લખ્યુ કે, ગુટખાનું માર્કેટિંગ….સાથે ચેતવણી…આ વીડિયો હાલ ઈન્ટરનેટ પર ધમાલ મચાવી રહ્યો છે.આ વીડિયોને અત્યાર સુધીમાં નવ હજારથી વધુ વ્યુઝ મળી ચૂક્યા છે.યુઝર્સ આ વીડિયો શેર કરી રહ્યા છે અને તેના પર વિવિધ પ્રકારની પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

જેમાં એક યુઝરે લખ્યુ કે,યુવકનો ગુટખા વેચવાનો અંદાજ પ્રશંશનીય છે. જ્યારે અન્ય એક યુઝરે લખ્યુ કે, આ રીતે ગુટખા કોણ વેચે છે ભાઈ.. આ સિવાય અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા આપતા જોવા મળી રહ્યા છે.

 

આ પણ વાંચો : મહિલાએ વિઝાની માગ કરી તો ભડક્યા ભારતીય દૂતાવાસના અધિકારી, વાયરલ વીડિયો પર એમ્બેસીએ આપ્યો આ જવાબ

આ પણ વાંચો :  લો બોલો ! અલીગઢની કોલેજમાં ધૂસી ગયો દીપડો, પરીક્ષા આપવા આવેલ વિદ્યાર્થીઓમાં દોડધામ મચી ગઈ

Next Article