મહિલાએ વિઝાની માગ કરી તો ભડક્યા ભારતીય દૂતાવાસના અધિકારી, વાયરલ વીડિયો પર એમ્બેસીએ આપ્યો આ જવાબ

વિઝા માટે અરજી કરતી વખતે અધિકારીઓ મહિલા પર એટલા ગુસ્સે થયા કે તેઓએ મહિલાનું ફોર્મ પણ નીચે ફેંકી દીધું અને તેને વિઝા આપવાની ના પાડી દીધી.

મહિલાએ વિઝાની માગ કરી તો ભડક્યા ભારતીય દૂતાવાસના અધિકારી, વાયરલ વીડિયો પર એમ્બેસીએ આપ્યો આ જવાબ
Viral Video

સોશિયલ મીડિયા (Social Media) પર કોઈને કોઈ વીડિયો ચર્ચામાં રહે છે, તાજેતરના દિવસોમાં એક વીડિયો હેડલાઈન્સમાં છે જેમાં એક મહિલાને ન્યૂયોર્કના કોન્સ્યુલેટમાં ભારત આવવા માટે ખૂબ જ ખરાબ અનુભવમાંથી પસાર થવું પડ્યું હતું, વિઝા (Visa Application) માટે અરજી કરતી વખતે અધિકારીઓ મહિલા પર એટલા ગુસ્સે થયા કે તેઓએ મહિલાનું ફોર્મ પણ નીચે ફેંકી દીધું અને તેને વિઝા આપવાની ના પાડી દીધી. ઓફિસરનો બૂમો પાડતો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ (Viral Video) થયો હતો.

વાયરલ થઈ રહેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા ઓફિસરને કહેતા સાંભળી શકાય છે, ‘પિતાનું અવસાન થયું છે, કૃપા કરીને વિઝા આપો…’ મારા પિતાનું એક દિવસ પહેલા અવસાન થયું છે. આના પર અધિકારીએ અરજી પરત કરી અને કહ્યું, ‘તમારા પૈસા લો’. અધિકારી પોતાની આંગળી બતાવીને આ શબ્દો કહેતા જોવા મળ્યા હતા કે “બસ તમારા પૈસા લો અને ચાલ્યા જાઓ.” સ્ત્રી અંત સુધી ઊભી રહે છે. પરંતુ અધિકારી સંમત થતા નથી.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ ઘટના 24 નવેમ્બરની જણાવવામાં આવી રહી છે. સમાચાર લખાય ત્યાં સુધી આ વીડિયોને 53 હજારથી વધુ વ્યૂઝ અને 1500થી વધુ લાઈક્સ મળી ચૂક્યા છે. આ વીડિયો સામે આવ્યા બાદ લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. જોકે, ટૂંકી વીડિયો ક્લિપના કારણે ઘણા લોકોએ અધિકારીને સંપૂર્ણપણે જવાબદાર ઠેરવવાનું ટાળ્યું હતું.

આ વીડિયો સામે આવ્યા બાદ ભારતીય દૂતાવાસે તેના સત્તાવાર હેન્ડલ પરથી માહિતી શેર કરી અને લખ્યું, ‘અમે આ સંબંધમાં ફરિયાદની નોંધ લીધી છે. દૂતાવાસ જનતાની સેવા માટે ઉચ્ચ ધોરણોનું પાલન કરે છે. હાલમાં કોન્સ્યુલ જનરલે પોતે આ બાબતની સમીક્ષા કરી છે. આ વીડિયોમાં આપવામાં આવેલી માહિતી બાદ નિર્ણય લેવામાં આવ્યો છે કે સંબંધિત અધિકારી સામે શિસ્તભંગની કાર્યવાહી કરવામાં આવશે.

આ પણ વાંચો –

WhatsAppએ ભારતમાં ફક્ત ઓક્ટોબર મહિના દરમિયાન 2 મિલિયનથી વધુ એકાઉન્ટ્સ બેન કર્યા, જાણો કારણ

આ પણ વાંચો –

Fortune India Powerful Women: શું તમે જાણો છો દેશની સૌથી શક્તિશાળી મહિલા કોણ છે? કરો એક નજર Top -10 ની યાદી ઉપર

આ પણ વાંચો –

IPL 2022: કેએલ રાહુલ અને શ્રેયસ અય્યર આ રીતે બની જશે માલા-માલ,કરોડો રુપિયાનો થશે વરસાદ, નહીં જવુ પડે IPL Auction !

  • Follow us on Facebook

Click on your DTH Provider to Add TV9 Gujarati