લ્યો બોલો, આ દિગ્ગજ ક્રિકેટરે તો LIVE મેચમાં હદ વટાવી દીધી, લાત મારી સ્ટમ્પ વખોડી નાંખ્યા

ક્રિકેટ વિશ્વને માટે અણગમતી ઘટનાનો આ અંજામ બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ઢાકા પ્રિમિયર લીગ (Dhaka Premier League)માં સર્જાયો હતો.

લ્યો બોલો, આ દિગ્ગજ ક્રિકેટરે તો LIVE મેચમાં હદ વટાવી દીધી, લાત મારી સ્ટમ્પ વખોડી નાંખ્યા
Follow Us:
Avnish Goswami
| Edited By: | Updated on: Jun 11, 2021 | 10:56 PM

કેટલાક બોલરને ક્રિકેટમાં પોતાની અપીલ પર વિકેટ જાણે કે મળવી જ જોઈએ તેવો ઘમંડ હોય છે. આવો ઘમંડ સ્વાભાવિક છે ક્રિકેટમાં જવલ્લે જ જોવા મળ છે. પરંતુ જેન્ટલ ગેમ ગણાતી ક્રિકેટની દુનિયા સાથે જોડાયેલા ક્રિકેટર, અંપાયરથી માંડીને વિશ્લેષકો ખૂબ જ આશ્વર્ય પામતા હોય છે. કારણ કે તેવા બોલરને મન પોતાની અપીલ દરેકવાર સાચી જ ઠેરવવાનો પ્રયાસ કરતા હોય છે. બાંગ્લાદેશ (Bangladesh)ના દિગ્ગજ ગણાતા ઓલરાઉન્ડર શાકિબ હસને (Shakib Al Hasan) આવી જ હરકત કરી છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ક્રિકેટ વિશ્વને માટે અણગમતી ઘટનાનો આ અંજામ બાંગ્લાદેશમાં રમાઈ રહેલી ઢાકા પ્રિમિયર લીગ (Dhaka Premier League)માં સર્જાયો હતો. ઓલરાઉન્ડર શાકિબ અલ હસને કંઈક એવુ કર્યુ કે તે ક્રિકેટર્સ માટે શરમજનક ઘટના બની રહી. સામાન્ય રીતે બોલર પોતાના બોલ વડે સ્ટમ્પને ઉખાડી નાંખવા માટે જીંદગીભર મહેનત કરતો રહે છે. પરંતુ શાકિબે તો લાત મારીને સ્ટમ્પને વખોડી કાઢ્યા અને એ પણ અંપાયર સામે રોષ વ્યક્ત કરીને.

શાકિબે 11 જૂને રમાયેલી લીગની મેચમાં આ કૃત્ય કર્યુ હતુ. મોહમ્મડન સ્પોર્ટીંગ (Mohammedan Sporting) અને અબાહની લીમીટેડ (Abahani Limited) વચ્ચે મેચ રમાઈ હતી. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન અને વિશ્વનો નંબર વન ઓલરાઉન્ડર શાકિબે મેચ દરમ્યાન જાણે કે ગુંડાગીરી જેવો વ્યવહાર કરી દીધો. શાકિબે પોતાની દાદાગીરી એક વખત નહીં બે વાર દેખાડી દીધી હતી.

વરસાદને લઈને પ્રભાવિત થયેલી આ મેચમાં મોહમ્મડન સ્પોર્ટીંગની કેપ્ટનશીપ નિભાવી રહેલા શાકિબે સૌથી પહેલા પાંચમી ઓવરમાં દાદાગીરી ભર્યુ કૃત્ય કર્યુ. પોતાની ઓવરના અંતિમ બોલ પર બેટ્સમેન LBW આઉટ હોવાની અપીલ કરી હતી. જોકે અંપાયરે તેને નોટ આઉટ આપ્યો હતો. ગુસ્સામાં આવેલા શાકિબે તરત જ અંપાયરની સામે સ્ટમ્પ પર જોરથી લાત મારી અને જોર જોરથી બોલવા લાગ્યો હતો. હજુ તો આ મામલો માંડ ઠર્યો ત્યાં આગળની ઓવરમાં ફરીથી હદ વટાવી.

બીજી વાર સ્ટમ્પ પછાડી ફેંક્યા

છઠ્ઠી ઓવરના પાંચમાં બોલે વરસાદને લઇને અંપાયરે મેદાન પર કવર્સ લાવવા માટે ઈશારો કર્યો હતો. શાકિબ તે જોઈને ભડકી ઉઠ્યો અને દોડીને સીધો જ અંપાયર પાસે આવી પહોંચ્યો હતો. જ્યાં તેણે ત્રણેય સ્ટંપ્સ ઉખાડીને જોરથી પીચ પર જ પછાડ્યા હતા. ત્યારબાદ એક સ્ટંપ ઉઠાવીને ફરીથી લગાવી દીધુ હતુ. DPL 2021ની મેચ સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારીત થઈ રહી હતી. એવામાં શાકિબની હરકતોનો વીડિયો ખૂબ વાયરલ થવા લાગ્યો છે. સાથે જ તેની સામે કાર્યવાહીની માંગ કરાઈ છે.

વિરોધનું વંટોળ સર્જાતા માફી માંગી લીધી

પોતાની અશોભનીય હરકતોને લઈને વિરોધનું વંટોળ ઉભુ થતાં માફી માંગી હતી. પોતાના ફેસબુક પેજ પર એક પોસ્ટ લખીને માફી માંગી હતી અને કહ્યું કે આવુ ફરી નહીં થાય. શાકિબે લખ્યુ હતુ કે, મને મારા રોષને જાહેર કરવાનો અને ઘરે બેસીને મેચ જોઈ રહેલા લોકોને તેમના આનંદને ખલેલ પહોંચાડ્યાની દીલગીરી છે.

મારા જેવા અનુભવી ખેલાડીએ આ પ્રકારે પ્રતિક્રિયા જાહેર નહીં કરવી જોઈતી હતી. જોકે કેટલીકવાર વિપરીત પરિસ્થિતીઓમાં દુર્ભાગ્યવશ આમ થઈ જાય છે. હું ટીમો, મેનેજમેન્ટ, ટૂર્નામેન્ટના અધિકારીઓ અને આયોજન સમિતિથી આ માનવીય ભૂલને માટે માફી માંગુ છુ. આશા છે કે, ભવિષ્યમાં હું ફરીથી આવુ નહીં કરુ.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">