Video : સાપને ઉશ્કેરવો યુવકને ભારે પડ્યો, ગુસ્સે થયેલા સાપે યુવકના કર્યા હાલ-બેહાલ !

|

Oct 28, 2021 | 7:31 PM

સોશિયલ મીડિયા પર એક યુવકનો વીડિયો ખુબ વાયરલ થઈ રહ્યો છે,જેમાં યુવક સાપને ઉશ્કેરી રહ્યો છે.પરંતુ બાદમાં ગુસ્સે થયેલા સાપે જે રીતે હુમલો કર્યો તે જોઈને તમે પણ ચોંકી જશો.

Video : સાપને ઉશ્કેરવો યુવકને ભારે પડ્યો, ગુસ્સે થયેલા સાપે યુવકના કર્યા હાલ-બેહાલ !
snake attacked man video goes viral

Follow us on

Viral Video : આ દિવસોમાં સોશિયલ મીડિયા પર એક વીડિયો ખૂબ વાયરલ થઈ રહ્યો છે, જેને જોઈને મોટાભાગના યુઝર્સ આશ્ચર્યચકિત થઈ ગયા છે. આ વીડિયોમાં એક યુવક સાપને ઉશ્કેરવાનો પ્રયાસ કરે છે. જે રીતે યુવક નિર્ભયતાથી વારંવાર સાપને પકડવાનો પ્રયાસ કરે છે તે જોવા જેવું છે. પરંતુ બાદમાં સાપ (Snake) ગુસ્સે થાય છે અને જે રીતે આ યુવક પર હુમલો કરે છે,તે જોઈને તમે પણ દંગ રહી જશો.

સાપને વારંવાર ઉશ્કેરતા કંઈક આવુ થયુ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

વાયરલ થઈ રહેલી વીડિયો ક્લિપમાં તમે જોઈ શકો છો કે, એક કાળો સાપ જમીન પર રખડતો જોવા મળી રહ્યો છે. ત્યાં જ એક વ્યક્તિ તેને પકડવાનો પ્રયત્ન કરે છે. આ દરમિયાન સાપ પહેલા તેની પાસેથી ભાગવાનો પ્રયાસ કરે છે. પરંતુ જ્યારે વ્યક્તિ વારંવાર તેને ઉશ્કેરવાનો અને પકડવાનો પ્રયાસ કરે છે, બાદમાં સાપ ગુસ્સે થાય છે અને યુવક પર હુમલો કરે છે. વીડિયોમાં (Video) તમે જોઈ શકો છો કે સાપ કરડ્યા બાદ વ્યક્તિની આંગળીઓમાંથી લોહી નીકળવા લાગે છે.

જુઓ વીડિયો

આ વીડિયો royal_pythons_નામના ઈન્સ્ટાગ્રામ પેજ પરથી શેર કરવામાં આવ્યો છે.યુઝરે શેર કરીને કેપ્શનમાં લખ્યુ કે, આ ફ્લોરિડાના સૌથી મોટો વોટર સ્નેક છે. સામાન્ય રીતે સાપ ખૂબ ગુસ્સે હોય છે, પરંતુ તેઓ પોતાને બચાવવાને બદલે ભાગવાનું પસંદ કરે છે. પરંતુ સાપની કેટલીક પ્રજાતિઓ એવી હોય છે જે જો ઉશ્કેરવામાં આવે તો તમને ડંખ મારી શકે છે. તેથી જ આ પ્રાણીને (Animals) ઉશ્કેરવું નહીં તે વધુ સારું છે.

વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ

આ વીડિયોને અત્યાર સુધીમાં 18 હજારથી વધુ લોકો લાઈક કરી ચૂક્યા છે. આ વીડિયો પર યુઝર્સ પોતાની પ્રતિક્રિયા નોંધાવી રહ્યા છે. જેમાં એક યુઝરે લખ્યું, ‘આ વ્યક્તિએ આખરે આ સાપને કેમ પકડ્યો, તે પણ બે વાર.’ જ્યારે અન્ય એક યુઝરે કોમેન્ટ કરી છે કે, સાપને વારંવાર ચીડાવવાની શું જરૂર હતી ?….જ્યારે અન્ય યુઝર્સ પણ રમુજી પ્રતિક્રિયા (Funny Comments) આપી રહ્યા છે.

 

આ પણ વાંચો: Viral : ખેડુતે અનાજ સાફ કરવા ગજબનો જુગાડ કર્યો, આ દેશી જુગાડ જોઈને તમે પણ કહેશો “યે તો ઈનોવેટિવ થ્રેસર હૈ

આ પણ વાંચો: Video : ‘બાહુબલી’ બનવાના ચક્કરમાં યુવકના થયા બેહાલ, આ સ્ટંટ જોઈને તમે પણ હસીને લોટ પોટ થઈ જશો

Published On - 4:04 pm, Wed, 27 October 21

Next Article