સ્પાઈડરમેનની જેમ દીવાલ પર ચઢ્યો માણસ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- આ crazy છે

સ્પાઈડરમેનની જેમ દીવાલ પર ચઢ્યો માણસ, વીડિયો જોઈને લોકોએ કહ્યું- આ crazy છે
man climbed on wall like spiderman amazing video viral on social media(Image-Instagram)

ફિલ્મોમાં કલાકારોએ આવા સ્ટંટ (Stunt) કરતી વખતે ઘણી સલામતીની સાવચેતી રાખવી પડે છે, પરંતુ વીડિયોમાં વ્યક્તિ કોઈપણ સલામતી વિના વીજળીની ઝડપે દિવાલ પર ચઢી જાય છે.

TV9 GUJARATI

| Edited By: Meera Kansagara

Feb 27, 2022 | 10:23 AM

તમે ફિલ્મ સ્પાઈડરમેન (Spiderman) તો જોઈ જ હશે. જેમાં સ્પાઈડરમેનની સૌથી મોટી ખાસિયત એ છે કે, તે કોઈ પણ ટેકા વિના આરામથી ઉભી દિવાલ પર ચઢી શકે છે. જ્યારે સામાન્ય માણસ માટે તે માત્ર મુશ્કેલ જ નહીં પરંતુ અશક્ય પણ છે. જો કે એવું કહેવાય છે કે વ્યક્તિ પોતાની ઈચ્છાથી કંઈ પણ કરી શકે છે, પરંતુ આ વાત અમુક હદે સાચી પણ છે. તમે સોશિયલ મીડિયા પર આવા ઘણા વાયરલ વીડિયો (Viral Videos) જોયા હશે. જેમાં લોકો અશક્યને શક્ય બનાવતા જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને તમે દંગ રહી જશો. આ વીડિયોમાં એક વ્યક્તિ સ્પાઈડરમેનની જેમ દિવાલ પર ચડતો જોવા મળે છે. તેની ચપળતા અને ચઢવાની રીત જોઈને લોકોને આશ્ચર્ય થાય છે કે તે આ કેવી રીતે કરી શક્યો.

અહીંયા જૂઓ વીડિયો…..

 

View this post on Instagram

 

A post shared by ParkourTribe (@parkour_tribe)

વીડિયોમાં તમે જોઈ શકો છો કે કેવી રીતે વ્યક્તિ દૂરથી દોડીને આવે છે અને દિવાલ પર ચઢવા લાગે છે. તે ઉપર ચઢીને બીજા માળે પહોંચે છે. તમે ફિલ્મોમાં આવા દ્રશ્યો જોયા હશે, પરંતુ તે એકદમ વાસ્તવિક છે. ફિલ્મોમાં કલાકારોએ આવા સ્ટંટ કરતી વખતે ઘણી સલામતીની સાવચેતી રાખવી પડે છે, પરંતુ વીડિયોમાં વ્યક્તિ કોઈપણ સલામતી વિના વીજળીની ઝડપે દિવાલ પર ચઢી જાય છે. આ વીડિયો ખૂબ જ આશ્ચર્યજનક છે.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર parkour_tribe નામ સાથે શેયર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘તે જે રીતે દિવાલ પર ચઢ્યો તે અવાસ્તવિક છે’. આ વીડિયોને અત્યાર સુધીમાં 1 લાખ 78 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે. જ્યારે 20 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. જ્યારે એક યુઝરે પૂછ્યું છે કે ‘આ કઈ કિલર ક્રિડ ગેમ છે?’. વાસ્તવમાં આ વીડિયો જોઈને લોકોને વિશ્વાસ જ નથી થઈ રહ્યો કે આ વ્યક્તિએ ખરેખર આ સ્ટંટ કર્યો છે.

આ પણ વાંચો: Spider Man : No Way Home ફિલ્મની ટિકિટ મેળવવા માટે શિલ્પા શેટ્ટીએ સ્પાઈડર મેનને શીખવ્યો ડાન્સ, પછી શું થયું… જુઓ Video

આ પણ વાંચો: હોટલમાં વ્યક્તિએ અદ્ભુત રીતે સજાવ્યું ટેબલ, જોઈને બધા થયા આશ્ચર્યચકિત


Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati