JCBનો જમાનો- એક JCBએ કીચડમાં ફસાયેલા બીજા JCBને કરી મદદ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા

|

Mar 11, 2022 | 8:52 AM

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે અને કેપ્શનમાં 'હેલ્પિંગ હેન્ડ'નો ઉલ્લેખ કર્યો છે. માત્ર 28 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં હજારો વ્યૂઝ મળી ચૂક્યા છે.

JCBનો જમાનો- એક JCBએ કીચડમાં ફસાયેલા બીજા JCBને કરી મદદ, લોકોએ આપી આવી પ્રતિક્રિયા
jcb viral video on social media

Follow us on

કોઈને મદદ કરવી એ સારો ગુણ ગણાય છે. તે માનવ જીવનના મુખ્ય હેતુઓમાંનો એક છે. દરેકના મનમાં એવી ભાવના હોવી જોઈએ કે, તેણે બીજાને મદદ કરવી જોઈએ. એવું કહેવાય છે કે એકબીજાની મદદ કરવાથી વ્યક્તિ ઓછા તણાવમાં રહે છે અને માનસિક શાંતિ અનુભવે છે. તેમાં આનંદની એક અલગ જ અનુભૂતિ છે.

તમને સોશિયલ મીડિયા (Social Media) પર આવા તમામ વીડિયો (Viral Video) જોવા મળશે. જેમાં લોકો બીજાની મદદ કરતા જોવા મળે છે. આવો જ એક વીડિયો આજકાલ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે, પરંતુ માણસો નહીં પરંતુ મશીનો એકબીજાની મદદ કરતા જોવા મળે છે. આ વીડિયો એકદમ અનોખો છે. આવો વિડિયો તમે આ પહેલા ભાગ્યે જ જોયો હશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

આ વીડિયોમાં એક જેસીબી બીજી જેસીબીને મદદ કરતી જોવા મળે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક JCB પાણી અને કાદવમાં ફસાઈ ગઈ હતી. તેનો ડ્રાઈવર બહાર નીકળવાનો પ્રયાસ કરી રહ્યો હતો, પરંતુ બહાર નીકળી શક્યો ન હતો. વાસ્તવમાં, તેને કોઈ રસ્તો મળી શક્યો ન હતો. કારણ કે તેણે ઉપર ચઢવાનું હતું. આથી ચાલકે બીજા જેસીબીની મદદ લેવી પડી હતી. બીજી જેસીબીના વ્યક્તિએ કાદવમાં ફસાયેલા જેસીબીને બહાર કાઢે છે. એટલે કે ઉપર તરફ ખેંચે છે. આ વીડિયો ‘હેલ્પિંગ હેન્ડ’નું ઉત્તમ ઉદાહરણ છે.

જૂૂઓ  આ વીડિયો…..

આ વીડિયો IPS ઓફિસર દીપાંશુ કાબરાએ પોતાના ટ્વિટર પર શેયર કર્યો છે અને કેપ્શનમાં ‘હેલ્પિંગ હેન્ડ’નો ઉલ્લેખ કર્યો છે. 28 સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં 2500થી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે આ વીડિયોને સેંકડો લોકોએ લાઈક પણ કર્યો છે.

લોકોએ વીડિયો જોયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે, ‘ડબલ એન્જિન’, જ્યારે બીજા યુઝરે કાવ્યાત્મક સ્ટાઈલમાં કોમેન્ટ કરી છે કે, ‘અગર ખૂદ પર વિશ્વાસ હો, હર કિસી કે લિયે ફિર હાથ હો’. તેવી જ રીતે, અન્ય એક યુઝરે પણ રમુજી રીતે કોમેન્ટ કરતા લખ્યું છે કે, ‘બે બહેનો વચ્ચે ઘણો પ્રેમ અને સંવેદનશીલતા… ઈન્શાઅલ્લાહ જોડી સુરક્ષિત રહે’.

આ પણ વાંચો: Viral Video: નવજાત શિશુનો પુષ્પા સ્વેગ જોઈને ફિદા થયા ઈન્ટરનેટ યુઝર્સ, કહ્યું- ‘યે ઝૂકેંગા નહીં’

આ પણ વાંચો: Knowledge: તમે જાણો છો JCB અને ક્રેનનો રંગ હંમેશા પીળો કેમ હોય છે ? આ છે કારણ

Next Article