INDvsSL: શ્રીલંકા પ્રવાસની તૈયારીઓમાં લાગેલા યુઝવેન્દ્ર ચહલે વીડિયો શેર કર્યો, ફેન્સે લીધી મજા

|

Jun 24, 2021 | 8:23 PM

યુઝવેન્દ્ર ચહલ અનુભવી લેગ સ્પિનર છે. તે મહત્વના બોલર તરીકે શ્રીલંકા પ્રવાસે જનારી ટીમમાં સામેલ છે. હાલમાં મર્યાદીત ઓવર ની ટીમ મુંબઇમાં BCCIના બાયોબબલ હેઠળ છે.

INDvsSL: શ્રીલંકા પ્રવાસની તૈયારીઓમાં લાગેલા યુઝવેન્દ્ર ચહલે વીડિયો શેર કર્યો, ફેન્સે લીધી મજા
Yuzvendra Chahal

Follow us on

અનુભવી લેગ સ્પિનર યુઝવેન્દ્ર ચહલ (Yuzvendra Chahal)ને ભારતીય ક્રિકેટ ટીમ સાથે શ્રીલંકા પ્રવાસ (Sri Lanka Tour) ખેડવાનો છે. આ પ્રવાસ માટે તે હાલમાં તૈયારીઓને આખરી ઓપ આપી રહ્યો છે. પોતાને એકદમ ફિટ રાખવા માટે તે જીમમાં ખૂબ વર્કઆઉટ કરી રહ્યો છે. મજાકીયા અંદાજ સાથે ચહલ સોશિયલ મીડિયા પર ફેન્સ સાથે ચર્ચામાં જોડાયેલો રહે છે. યુઝવેન્દ્ર ચહલે પોતાના ઈન્સ્ટાગ્રામ પર એક વીડિયો શેર કર્યો છે. જેમાં તે વર્કઆઉટ કરતો જોવા મળી રહ્યો છે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

ચહલે વીડિયો સાથે કેપ્શનમાં લખ્યુ હતુ, આ બધુ તાકાતના સંદર્ભમાં છે. શારીરિક અને માનસિક રુપે પણ. ચહલના આ નવા વીડિયો પર ફેન્સની સાથે સાથે પૂર્વ ક્રિકેટર પણ તેની મજા લઈ રહ્યા છે. ઈંગ્લેન્ડ (England)ના પૂર્વ ક્રિકેટર સાજીદ મહેમૂદે કોમેન્ટ કરતા તેને સલમાન ખાન (Salman Khan) બની જવાની વાત કહી હતી. જ્યારે ચહલે પણ આ કોમેન્ટો પર મસ્ત જવાબ વાળ્યા હતા.

 

 

આની પર મહૂમદે કોમેન્ટ કરતા લખ્યુ હતુ, ખૂબ જલ્દી સલમાન ખાન બની જઈશ. ભારતીય સ્પિનરે પૂર્વ ક્રિકેટરની કોમેન્ટ પર જવાબ આપ્યો હતો. તેણે દુનિયાના મહાન બોડી બિલ્ડરોમાંથી એક આર્નોલ્ડ શ્વાર્જનેગર સુધીને યાદ કરી લીધા હતા. ચહલે જવાબ આપતા લખ્યુ હતુ, આર્નોલ્ડ શ્વાર્જનેગરના સંદર્ભમાં શું ખ્યાલ છે તો વળી કેટલાક ફેન્સને પણ જુદી જુદી કોમેન્ટ કરી હતી. ચહલના વીડિયોને ખૂબ લાઈક પણ ઈન્સ્ટા પર મળવા લાગી છે.

 

હાલના સમયમાં યુઝવેન્દ્ર ચહલ મુંબઈમાં BCCIના બાયોબબલમાં છે. શ્રીલંકા પ્રવાસ ખેડનાર ભારતીય ટીમ (Team India)ના ખેલાડીઓ હાલમાં મુંબઈમાં ક્વોરન્ટાઈન હેઠળ છે. આ પ્રવાસ માટે ઓપનર શિખર ધવનને કેપ્ટન, જ્યારે ભૂવનેશ્વર કુમારને વાઈસ કેપ્ટન બનાવવામાં આવ્યો છે તો પૂર્વ ભારતીય કેપ્ટન રાહુલ દ્રાવિડ ટીમના કોચ રહેશે. શ્રીલંકા પ્રવાસ પર ભારતીય ટીમને ત્રણ વન ડે અને ત્રણ T20 મેચોની સિરીઝ રમવાની છે.

 

આ પણ વાંચો: WTC Final: ફાઇનલમાં હાર સાથે જ હવે વિરાટ કોહલી, એમએસ ધોનીનો મુદ્દો ગરમાવા લાગ્યો, ચર્ચા તેજ બની

Next Article