દુલ્હનને જોઈને વરરાજાના હરખનો પાર ન રહ્યો, બધાની સામે પ્રેમ કંઈક આવી રીતે કર્યો વ્યક્ત

|

Feb 18, 2022 | 12:56 PM

ફુલહાર માટે કન્યા આકર્ષક નૃત્ય સાથે પ્રવેશે છે, જ્યારે વરરાજા તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેવો વરરાજા કન્યાને તેની સામે જુએ છે, તે પોતાની જાતને રોકી શકતો નથી અને તેની સાથે ડાન્સ કરવાનું શરૂ કરે છે પછી તેને ઉઠાવવાનો પ્રયાસ કરે છે.

દુલ્હનને જોઈને વરરાજાના હરખનો પાર ન રહ્યો, બધાની સામે પ્રેમ કંઈક આવી રીતે કર્યો વ્યક્ત
dulhan entry for fulhar video went viral bride groom gets romantic while dancing(Image-Instagram)

Follow us on

સુંદર દુલ્હનના (Cute Dulhan) વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા રહે છે. એવું કહેવું ખોટું નહીં હોય કે દુલ્હન સંબંધિત વીડિયો સોશિયલ મીડિયા પર સૌથી વધુ જોવામાં આવે છે. આ જ કારણ છે કે જ્યારે પણ આ પ્રકારની સામગ્રી ઈન્ટરનેટ પર અપલોડ કરવામાં આવે છે, તો તે તરત જ વાયરલ થઈ જાય છે. આ એપિસોડમાં ફુલહાર પહેલા દુલ્હનની એન્ટ્રીનો (Bridal Entry video) એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં ઉત્સાહી વર પોતાની જાતને રોકી શકતો નથી અને બધાની સામે દુલ્હનને ઉંચકવા લાગે છે.

સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા આ વીડિયોમાં તમે જોઈ શકો છો કે, દુલ્હન ફુલહાર માટે જોરદાર ડાન્સ સાથે એન્ટ્રી કરે છે, જ્યારે વરરાજા તેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. જેવી વરરાજા છોકરીને તેની સામે જુએ છે, તે પોતાની જાતને રોકી શકતો નથી અને તેની સાથે ડાન્સ કરવાનું શરૂ કરે છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે વરરાજા કેટલો ઉત્સાહિત દેખાય છે. ડાન્સ કરતી વખતે તે બધાની સામે દુલ્હનને પ્રેમથી ગળે લગાડવા લાગે છે પછી તે તેને ખોળામાં ઊંચકવા જતો હતો કે દુલ્હન તેને ઈશારામાં ના પાડી દે છે.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

અહીં જુઓ, વર-કન્યાનો આ ક્યૂટ વીડિયો

વર અને કન્યાનો આ ક્યૂટ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ Instagram પર weddingbridgeofficial નામના એકાઉન્ટથી શેયર કરવામાં આવ્યો છે. યુઝરે કેપ્શનમાં લખ્યું કે, ‘ક્યૂટ બ્રાઈડલ એન્ટ્રી એવર.’ 25 જાન્યુઆરીએ અપલોડ કરાયેલા આ વીડિયોને અત્યાર સુધીમાં 53 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. આ સંખ્યા સતત વધી રહી છે. ઘણા લોકોએ આ વિશે ટિપ્પણી પણ કરી છે.

વીડિયો જોયા બાદ એક યુઝરે કહ્યું કે, “દુલ્હનની પ્રતિક્રિયા મારા દિલને સ્પર્શી ગઈ, જ્યારે તેણે ઉત્સાહી વરને બધાની સામે પોતાને ઉપાડવાની ના પાડી. અન્ય એક યુઝરે મજાકમાં લખ્યું છે કે, ‘દેશી લગ્ન એકતા કપૂરની સિરિયલ જેવા બની રહ્યા છે. અન્ય એક યુઝરે કોમેન્ટ કરીને લખ્યું, ‘ખૂબ જ ક્યૂટ, મને આ વીડિયો એટલો ગમ્યો છે કે હું તેને વારંવાર જોઈ રહ્યો છું.’

આ પણ વાંચો: વરમાળા સમયે દુલ્હાએ અલ્લુ અર્જુન સ્ટાઈલમાં કહ્યું મેં ઝૂંકેગા નહીં, યુઝર્સ બોલ્યા ‘અત્યારે નહીં તો વાસણ ધોવા તો ઝુકવું જ પડશે’

આ પણ વાંચો: Viral: સ્ટ્રીટ વેન્ડર્સે વડાપાવની બનાવી આઈસ્ક્રીમ, વીડિયો જોઈ લોકો ભડક્યા, કહ્યું ‘હાય લાગશે’

Next Article