AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral video : સોશિયલ મીડિયા પર છવાયું “પુષ્પા”ના શ્રીવલ્લી ગીતનું ભોજપુરી વર્ઝન, લોકોએ કહ્યું- ખૂબ જ સુંદર

શ્રીવલ્લીના ભોજપુરી વર્ઝનનો વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા તેમના ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, 'ભોજપુરીમાં આટલું મધુર ગીત... વાહ'.

Viral video : સોશિયલ મીડિયા પર છવાયું પુષ્પાના શ્રીવલ્લી ગીતનું ભોજપુરી વર્ઝન, લોકોએ કહ્યું- ખૂબ જ સુંદર
image-social media
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 07, 2022 | 6:51 PM
Share

સાઉથની ધમાકેદાર ફિલ્મ ‘પુષ્પા’ (Pushpa) આ દિવસોમાં પૂરજોશમાં છે. અને માત્ર ફિલ્મ જ નહીં પરંતુ તેનું ગીત ‘શ્રીવલ્લી’ (Srivalli song)પણ લોકોને પસંદ આવી રહ્યું છે. તે દરેકની જીભ પર છે. સોશિયલ મીડિયા પર આ ગીત પર જોરશોરથી રીલ્સ બનાવવામાં આવી રહી છે અને લોકો આ ગીતને પોત-પોતાની સ્ટાઈલમાં ગાઈ રહ્યા છે અને પર્ફોર્મ કરી રહ્યા છે. આ ગીતની લોકપ્રિયતાનો અંદાજ તમે એ વાત પરથી લગાવી શકો છો કે તેનું ભોજપુરી વર્ઝન પણ આવી ગયું છે. જેને લોકો ખૂબ પસંદ કરી રહ્યા છે. જો કે શ્રીવલ્લી ગીત સિદ શ્રીરામે ગાયું છે, જ્યારે તેનું હિન્દી વર્ઝન બોલિવૂડના પ્રખ્યાત ગાયક જાવેદ અલી (Javed Ali) એ ગાયું છે અને હવે તેનું ભોજપુરી વર્ઝન પણ માર્કેટમાં આવી ગયું છે અને તે આવતાની સાથે જ સોશિયલ મીડિયા છવાયું હતું.

શ્રીવલ્લીના ભોજપુરી વર્ઝનનો વીડિયો થયો વાઈરલ

શ્રીવલ્લીના ભોજપુરી વર્ઝનનો વીડિયો IAS ઓફિસર અવનીશ શરણ દ્વારા તેમના ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે અને કેપ્શનમાં લખ્યું છે, ‘ભોજપુરીમાં આવું એક મધુર ગીત… વાહ’. ભોજપુરીમાં આવા મીઠા ગીતો સાંભળવા સામાન્ય રીતે સરળ નથી. આવી સ્થિતિમાં આ ગીતની પ્રશંસા કરવામાં આવે છે. આ વીડિયો જોયા પછી અને ગીત સાંભળ્યા પછી તમને લાગશે કે આ ગીત ખરેખર ખૂબ જ સુંદર છે અને તેને ખૂબ જ સુંદર રીતે ગાયું છે.

2 મિનિટ 20 સેકન્ડના આ વીડિયોને આ સમાચાર લખાયા ત્યાં સુધીમાં 68 હજારથી વધુ વખત જોવામાં આવ્યો છે, જ્યારે 6 હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે.

લોકોએ ગીત સાંભળ્યા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘પહેલીવાર છેલ્લે સુધી ભોજપુરી ગીત સાંભળ્યું… તે ખૂબ જ અદ્ભુત છે’, જ્યારે બીજા યુઝરે કોમેન્ટ કરી, ‘ભોજપુરી ભાષામાં જે મીઠાશ, લગાવ, સન્માન અને પ્રેમ છે, તે બીજી કોઈ ભાષામાં નથી. જ્યારે એક યુઝરે લખ્યું છે, ‘વાહ ખૂબ જ સુંદર રજૂઆત. તમે આ ગીત આવા મધુર અવાજમાં ગાયું છે. મન પ્રસન્ન થઈ ગયું.’

આ પણ વાંચો: Sholay : ઠાકુરનો રોલ કરવા માંગતો હતો ધર્મેન્દ્ર, વાંચો ફિલ્મ શોલે સાથે જોડાયેલી કેટલીર રસપ્રદ વાતો

આ પણ વાંચો: ‘Pushpa’ સ્ટાઈલમાં ચોરે કરી લાલ ચંદનની તસ્કરી, પોલીસે કરી ધરપકડ, લોકોએ કહ્યું ‘ચોર ભૂલી ગયો કે પોલીસે પણ પુષ્પા જોઈ છે’

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">