અરે બાપ રે! 28 દિવસ બાદ પ્લાસ્ટિકના ડબ્બામાંથી રીંછનું માથુ કઢાયુ બહાર, માંડ માંડ બચ્યો જીવ

|

Nov 22, 2021 | 7:13 PM

કોઈ વ્યક્તિએ પ્લાસ્ટિકનો ડબ્બો ક્યાંક ફેંક્યો હશે. આ પ્લાસ્ટિકનો આ ડબ્બો રીંછના માથામાં ફસાઈ ગયો હતો. જેના કારણે રીંછના જીવ પર આફત આવી પડી હતી.

અરે બાપ રે! 28 દિવસ બાદ પ્લાસ્ટિકના ડબ્બામાંથી રીંછનું માથુ કઢાયુ બહાર, માંડ માંડ બચ્યો જીવ
Bear

Follow us on

સોશિયલ મીડિયા (Social media)માં એક રીંછ (Bear)નું માથુ પ્લાસ્ટિકના ડબ્બામાં ફસાયુ હોય તેવા ફોટો વાયરલ થઈ રહ્યા છે. વાસ્તવમાં આ રીંછના માથામાં પ્લાસ્ટિકનો ડબ્બો 28 દિવસ સુધી ફસાયેલો રહ્યો. ભૂખ્યા અને તરસ્યા રીંછના માથા પરથી કન્ટેનર દૂર કર્યા પછી તેને ફરીથી જંગલ (Forest)માં છોડી દેવામાં આવ્યું.

 

વિજ્ઞાન અને ટેકનોલોજીના ઉપયોગ સાથે મનુષ્ય જાતિએ પોતાની સુવિધાઓ માટે અનેક વસ્તુઓની શોધ શરુ કરી છે, પરંતુ સમય જતા મનુષ્ય આ વસ્તુઓનો ઉપયોગ યોગ્ય રીતે કરતો ન હોવાથી મુશ્કેલીઓ ઊભી થતી હોય છે. મનુષ્યના એક આવા જ અયોગ્ય કામનો ભોગ એક રીંછ બન્યુ હતુ, જેની ખબર સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહી છે.

 

અથાણું આ કન્ટેનરમાં રાખશો તો વર્ષો સુધી ખરાબ નહીં થાય
આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

સોશિયલ મીડિયામાં વાયરલ થયો વીડિયો

સોશિયલ મીડિયા પર વાયરલ થતાં વીડિયોને ફ્લોરિડાના ફિશ એન્ડ વાઈલ્ડલાઈફ ગ્રુપ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોમાં જણાવવામાં આવ્યું છે કે આ પ્લાસ્ટિકનું કન્ટેનર રીંછના ગળામાં 28 દિવસથી વધુ સમયથી ફસાયેલું હતું. જો કે, કોઈક રીતે તેને સફળતાપૂર્વક દૂર કરવામાં આવ્યું હતું અને રીંછને ફરીથી જંગલમાં છોડવામાં આવ્યું હતું.

રીંછના માથામાં ડબ્બો ફસાયો

વાસ્તવમાં એવું બન્યું કે કોઈ વ્યક્તિએ પ્લાસ્ટિકનો ડબ્બો ક્યાંક ફેંક્યો હશે. આ પ્લાસ્ટિકનો આ ડબ્બો રીંછના માથામાં ફસાઈ ગયો હતો. જેના કારણે રીંછના જીવ પર આફત આવી પડી હતી. એક માહિતી મુજબ આ પ્લાસ્ટિકનો ડબ્બો રીંછના માથામાં લગભગ 28 દિવસ સુધી ફસાયેલો રહ્યો હતો. જો કે કોઈક રીતે રીંછને બચાવી લેવામાં આવ્યો હતો. રીંછના માથામાંથી પ્લાસ્ટિકના ડબ્બાને બહાર કાઢવામાં આવ્યો, ત્યાં સુધીમાં રીંછ એકદમ ઘાયલ થઈ ગયું હતું.

 

CCTVથી રીંછ અંગેની જાણ થઇ

સીસીટીવી કેમેરામાં રીંછના ફૂટેજ જોયા ત્યારે રેસ્ક્યુ ટીમને આ અંગેની જાણ થઈ. આ ફૂટેજ જોતાં ટીમને આ રીંછ મળી આવ્યું. તે પછી તે જ્યાં દેખાયુ હતુ તે વિસ્તારનું નિરીક્ષણ કર્યું. ટીમની સખત મહેનત પછી જ આ રીંછને શોધવામાં સફળતા મળી.

 

આ માટે કર્મચારીઓએ નવી જાળ પાથરીને રાત્રે પેટ્રોલિંગ શરૂ કર્યું હતું. ટીમે કોઈક રીતે રીંછને પકડીને તેના ચહેરાની આસપાસથી પ્લાસ્ટિકનો ડબ્બો હટાવ્યો હતો. સોશિયલ મીડિયા પર આ વીડિયોને ખૂબ જ વ્યૂઝ મળ્યા હતા. એટલુ જ નહીં લોકોએ પોતાની પ્રતિક્રિયાઓ આપવાનું પણ શરૂ કર્યું હતુ.

 

 

આ પણ વાંચો: Big News: રાજ્ય ચૂંટણી પંચે બોલાવી પ્રેસ કોન્ફરન્સ, ગ્રામ પંચાયતની ચૂંટણીની થઈ શકે છે જાહેરાત

 

આ પણ વાંચો: જામનગરમાં 10 કરોડની કિંમતનું 2 કિલો હેરોઇન કબજે કરાયું, ગુજરાત એટીએસએ કરી મોટી કાર્યવાહી

 

Published On - 7:09 pm, Mon, 22 November 21

Next Article