પીએમ મોદીએ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓને આપ્યું ખાસ આમંત્રણ, જુઓ વીડિયો

પીએમ મોદી ભારતીય ટીમના ખેલાડીઓને ડ્રેસિંગ રુમમાં મળવા પહોચ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સમયે પીએમ મોદી ભારતીય ટીમના ખેલાડીઓનો મનોબળ વધારતા જોવા મળી રહ્યા છે. જો કે બધા સાથે મળ્યા બાદ પીએમ મોદીએ ખેલાડીઓને ખાસ આમંત્રણ આપ્યું હતુ.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 21, 2023 | 2:18 PM

ICC વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ પીએમ મોદી ભારતીય ટીમના ખેલાડીઓને ડ્રેસિંગ રુમમાં મળવા પહોચ્યા હતા જેનો વીડિયો સોશિયલ મીડિયા પર હાલ ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ સમયે પીએમ મોદી ભારતીય ટીમના ખેલાડીઓનો મનોબળ વધારતા જોવા મળી રહ્યા છે. જો કે બધા સાથે મળ્યા બાદ પીએમ મોદીએ ખેલાડીઓને ખાસ આમંત્રણ આપ્યું હતુ.

પીએમ મોદીએ ખેલાડીઓને આપ્યું ખાસ આમંત્રણ

વર્લ્ડ કપના ફાઈનલમાં ભારતીય ટીમની હાર બાદ આખો દેશ નિરાશ થઈ ગયો છે ત્યારે ભારતીય ખેલાડીઓ પણ મેચ પુરી થતા જ ડ્રેસિંગ રુમમાં ચાલ્યા ગયા હતા. આ દરમિયાન ભારતીય વડાપ્રધાન પીએમ મોદી ખાસ તેમને મળવા પહોચ્યાં હતા અને અહીં પીએમ એ તમામ ખેલાડીઓ સાથે વાત કરી અને તેમનુ મનોબળ વધાર્યુ હતુ અને અંતે ભારતીય ખેલાડીઓને દિલ્હી આવવા આમંત્રણ આપ્યું હતુ. પીએમએ કહ્યું હતુ જ્યારે તમે લોકો ફ્રિ હોવ ત્યારે દિલ્હી આવજો આ મારા તરફથી આપસૌને ખાસ નિમંત્રણ છે. લોકોને ઈમોશન કરી દેતો આ વીડિયો હાલ સોશિયલ મીડિયામાં ખુબ વાયરલ થઈ રહ્યો છે.

 

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">