પાકિસ્તાનના મૌલાના મુનીરના મલિન ઈરાદા બર ના આવ્યા, જુઓ વીડિયો
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના એક પછી એક હુમલાથી ડઘાઈ ચૂકેલા પાકિસ્તાને પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવ્યું. પાકિસ્તાને અમૃતસરના સુવર્ણ મંદિર ઉપર ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો.
ઓપરેશન સિંદૂરથી પાકિસ્તાન સૈન્યનું સિંદૂર મિટાવી દેવા માટે ભારતીય સૈન્યે, આકાશી હુમલો કરીને પાકિસ્તાનના અનેક એરબેઝને ખેદાન મેદાન કરી નાખ્યાં હતા. જો કે સૈન્ય તાકાત વડે ભારત સામે ક્યારેય જીતી ના શકનાર પાકિસ્તાને એક એવી ચાલ ચાલી કે ભારત સહિત વિશ્વના અનેક દેશમાં તેના પડધા પડે. જો કે પાકિસ્તાનના મૌલાના મુનીરની મેલા ઈરાદાને પહેલેથી જ જાણી ચૂકેલ ભારતીય સૈન્યે એવો જવાબ આપ્યો કે, ભૂગર્ભમાં સંતાયેલા મૌલાના મુનીર હલબલી ઉઠ્યા.
ભારતે સુવર્ણ મંદિર પરના હુમલાને નિષ્ફળ બનાવ્યો
ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતના એક પછી એક હુમલાથી ડઘાઈ ચૂકેલા પાકિસ્તાને પંજાબના અમૃતસરના સુવર્ણ મંદિરને નિશાન બનાવ્યું. પાકિસ્તાને અમૃતસરના સુવર્ણ મંદિર ઉપર ડ્રોન અને મિસાઈલ હુમલો કર્યો, પરંતુ ભારતીય સેનાએ પાકિસ્તાનના હુમલાને નિષ્ફળ બનાવ્યો. આકાશ અને L-70 એર ડિફેન્સ એક્શનમાં સંઘર્ષ દરમિયાન પાકિસ્તાની મિસાઇલો અને ડ્રોનનો નાશ કરવામાં આવ્યો હતો.
‘જય હિન્દ જય ભારત’
“ઓપરેશન સિંદૂર” હેઠળ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર સ્થિત નવ આતંકવાદી ઠેકાણાઓ પર એરસ્ટ્રાઈક કરી છે. એરસ્ટ્રાઈક અંગેના વધારે સમાચાર માટે અમારા ટોપિકને ક્લિક કરો