અમદાવાદમાંથી 1 કરોડ રૂપિયાના ડ્રગ્સ સાથે એક આરોપી ઝડપાયો

એટીએસે આ શખ્સની ધરપકડ કરી છે. જે મેથાફેટામાઈન નામનું ડ્રગ્સ લાવ્યો હતો. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કરોડ રૂપિયા જેટલી થાય છે.

Hardik Bhatt
| Edited By: | Updated on: Jan 21, 2021 | 7:59 AM

અમદાવાદમાંથી ફરી એકવાર નશીલા પદાર્થનો જથ્થો ઝડપાયો છે, સાથે જ મહોમ્મદ સુલતાન નામના એક શખ્સને પણ ઝડપી પાડવામાં આવ્યો છે. એટીએસે આ શખ્સની ધરપકડ કરી છે, જે મેથાફેટામાઈન નામનું ડ્રગ્સ લાવ્યો હતો. જેની કિંમત આંતરરાષ્ટ્રીય બજારમાં 1 કરોડ રૂપિયા જેટલી થાય છે. આ ડ્રગ્સ તે મુંબઈથી લાવ્યો હતો અને અમદાવાદના શાહિબાગમાં હતો ત્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો હતો. પોલીસે હવે એ તપાસ શરૂ કરી છે કે તે અમદાવાદમાં કોને ડ્રગ્સ આપવાનો હતો.

 

આ પણ વાંચો: Work From Home કરી રહ્યા છો? તો ઓછી થઈ શકે છે સેલેરી, જાણો કારણ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">