અમદાવાદના રાણીપમાં બે માળનું મકાન તુટી પડતા એકનું મોત

બે માળનુ મકાન એકાએક કેવી રીતે ધરાશાયી ( House collapse ) થયુ તેની પોલીસે હાથ ધરી તપાસ

  • Bipin Prajapati
  • Published On - 7:44 AM, 14 Apr 2021

અમદાવાદના રાણીપ ( Ranip ) વિસ્તારની શાકમાર્કેટ નજીક આવેલ નેમિનાથ સોસાયટીમાં (neminath society ) બે માળનું મકાન  એકાએક ધડાકા સાથે તુટી પડ્યુ ( House collapse ) હતું. મકાન તુટી પડતા અંદર રહેલા પરિવારના સભ્યો કાટમાળમાં ફસાઈ ગયા હતા. અમદાવાદ ફાયર બ્રિગેડના જવાનોએ ત્વરીત ઘટના સ્થળે પહોચીને બચાવ અને રાહત કામગીરી હાથ ધરી હતી.
ફાયર બ્રિગેડના જવાનોએ, મકાનના કાટમાળમાં ફસાયેલાઓને બચાવવા માટે હાથ ધરેલી ઝડપી બચાવ અને રાહત કામગીરીમાં કુલ ત્રણ વ્યક્તિઓને જીવતા બહાર કાઢવામાં આવ્યા હતા. જ્યારે એક વ્યક્તિને મૃત હાલતમાં બહાર કાઢવામાં આવ્યો હતો. બચી ગયેલા વ્યક્તિઓને સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવાયા હતા. નેમિનાથ સોસાયટીમાં બે માળનુ મકાન, એકા એક કેવી રીતે ધરાશાયી થયુ તે અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.