ન્યૂયોર્કમાં ટાઈમ્સ સ્કવેર પર છવાયુ વિશ્વઉમિયાધામ, રામ મંદિર બાદ હવે ગૂંજ્યો જય ઉમિયાનો નાદ- જુઓ વીડિયો

અમેરિકામાં સનાતન ધર્મનો રણટંકાર થયો છે. ન્યૂયોર્કમાં રામ મંદિર બાદ હવે ભારતનું બીજુ મંદિર છવાયુ છે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર પર વિશ્વ ઉમિયાધામ મંદિર છવાયુ છે. જય શ્રી રામ બાદ હવે ટાઈમ્સ સ્કવેર પર જય ઉમિયાનો નાદ ગૂંજ્યો છે.

Sachin Kolte
| Edited By: | Updated on: Mar 31, 2024 | 6:20 PM

અમેરિકામાં ફરી એકવાર સનાતન ધર્મનો જયજયકાર જોવા મળ્યો છે. ન્યૂયોર્કના ટાઈમ્સ સ્કવેર પર રામ મંદિર બાદ વધુ એક ભારતીય મંદિર છવાયુ છે. જે છે અમદાવાદના જાસપુર સ્થિત આકાર લઈ રહેલુ વિશ્વ ઉમિયાધામ મંદિર. ટાઈમ્સ સ્કવેર પર જય શ્રી રામ બાદ હવે જય ઉમિયાનો નાદ ગૂંજ્યો છે. 600થી વધુ NRI મિત્રોએ ટાઈમ્સ સ્કવેર પર જય ઉમિયાનો જયઘોષ કર્યો છે. ટાઈમ્સ સ્કવેર પર વિશ્વના સૌથી ઉંચા મા ઉમિયા મંદિરનો 5 મિનિટનો વીડિયો દર્શાવાયો છે. આ વીડિયો ટાઈમ્સ સ્કવેર પર લાગતા ગુજરાતીઓની સાથે અમેરિકનો પણ ગરબે ઘુમ્યા હતા.

સનાતન ધર્મની ગૂજ હવે વિદેશોમાં પણ ગૂંજી રહી છે. જે જોઈને દરેક ભારતીયો ગૌરવ અનુભવે છે. અયોધ્યામાં જ્યારે ભગવાન રામ લલાનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ત્યારે પણ વિશ્વભરમાં તેની નોંધ લેવાઈ હતી. હવે વિશ્વ ઉમિયાધામ મંદિરનો વીડિયો ટાઈમ્સ સ્કવેર પર લાગતા વિદેશમાં વસતા દરેક ગુજરાતીની છાતી ગજ ગજ ફુલી ગઈ છે અને આનંદમાં આવીને તેઓ ગરબા કરતા જોવા મળ્યા હતા. કડવા પાટીદારોના કુળદેવી એવા ઉમિયા મા નું અમદાવાદના જાસપુરમાં મંદિર આકાર લઈ રહ્યુ છે.

ઉલ્લેખનીય છે કે કડવા પાટીદારોના કુળદેવી મા ઉમિયાનું અમદાવાદના જાસપુર સ્થિત વિશ્વનું સૌથી ઉંચુ મંદિર આકાર લઈ રહ્યુ છે. આ ઉપરાંત અમેરિકાના ઈન્ડિયાના સ્ટેટના ઈન્ડિયાના પોલીસ શહેરમાં, મિશિગન સ્ટેટના ડેટ્રોઈટ શહેરમાં અને કેન્સાસ સ્ટેટમાં જગત જનની મા ઉમિયાનું ભવ્ય મંદિર બનવાનું છે.

આ પણ વાંચો: માફી માગ્યા બાદ પણ રૂપાલા સામે રોષ યથાવત, મહિલા પાંખે કહ્યુ સૌરાષ્ટ્રની 8 બેઠકોમાં ભાજપને ભોગવવુ પડશે ભારે નુકસાન

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">